ડીસામાં લમ્પી વાયરસના કારણે મૃત ગાયોનો નિકાલ કરવા નાયબ કલેકટરે આદેશ ફરમાવ્યો

- Advertisement -
Share

ડીસા નગરપાલિકા દ્વારા ઘન કચરા નિકાલમાં જ ખુલ્લી જગ્યામાં ગાયો ફેંકવામાં આવતી હતી : બેદરકારી દાખવશે તો ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર સામે કાર્યવાહી કરવાનો હુકમ

 

ડીસામાં લમ્પી વાયરસના કારણે મરી રહેલી ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ડીસા નગરપાલિકા દ્વારા ઘન કચરા નિકાલના પ્લાન્ટમાં જ મૃતદેહો ખુલ્લામાં ફેંકવામાં આવતાં હોવાની
રજૂઆત જીલ્લા કલેકટરને કરતાં નાયબ કલેક્ટરે આ મૃતદેહોનો જમીનમાં યોગ્ય રીતે દાટી નિકાલ કરવા ડીસા નગરપાલિકાને હુકમ કર્યો છે અને જો બેદરકારી જણાશે તો ચીફ ઓફીસર સામે પગલાં લેવા પણ જણાવ્યું છે.

 

લમ્પી વાયરસના હાહાકાર વચ્ચે ગાયો ટપોટપ મરી રહી છે અને ડીસા સહીત અનેક જગ્યાએ ગાયોના મૃતદેહોનો યોગ્ય રીતે નિકાલ ન થતાં જાહેરમાં મૃતદેહો સડી રહ્યા હોઇ ચોતરફ દુર્ગંધ ફેલાઇ રહી છે અને રોગચાળો ફેલાવવાનો ભય રહેલો છે.

 

ત્યારે ડીસામાં છેલ્લા કેટલાંક દિવસોમાં મૃત થયેલી ગાયોના મૃતદેહને નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવાની જગ્યાએ જૂનાડીસા રોડ પર આવેલ ગંગાજી વ્હોળામાં અને ઘન કચરા નિકાલના પ્લાન્ટમાં ખુલ્લામાં જ ફેંકી દેવામાં આવતા હતા.
જેથી જૂનાડીસા ગ્રામજનોએ નગરપાલિકાના ટ્રેક્ટરોમાં જ મૃતદેહો લાવતાં રંગેહાથ ઝડપી પાડયા હતા. આ અંગે જીલ્લા કલેક્ટરને જાણ કરી હતી અને મૃતદેહો સડી રહ્યા હોઇ ચોતરફ દુર્ગંધના કારણે પાટણ-
ડીસા હાઇવે પર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને સમગ્ર જૂનાડીસા ગામ રોગચાળાના ભરડામાં આવી શકે છે તેવી રજૂઆત કરી હતી.

 

જેથી અંગે જીલ્લા કલેકટર આનંદ પટેલે તાત્કાલીક ડીસા નાયબ કલેકટર યુ.એસ. શુકલને હુકમ કરવા આદેશ કર્યો હતો. જેથી ડીસા નાયબ કલેકટરે ડીસા નગરપાલિકાને હુકમ કરી ડીસાના ઘન કચરા
નિકાલની પાછળ ગંગાજી વ્હોળાની ખુલ્લી જગ્યામાં 25 થી 30 ફૂટ ઉંડો ખાડો કરી ગાયોના મૃતદેહોનો યોગ્ય રીતે નિકાલ કરવા આદેશ કર્યો છે. નાયબ કલેક્ટર યુ.એસ. શુકલે પોતાના હુકમમાં એમ પણ
જણાવ્યું છે કે,’જો આ અંગે કોઇપણ પ્રકારની બેદરકારી જણાશે તો ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર સામે એપીડેમીક એક્ટ હેઠળ પગલાં લેવાશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!