વડોદરામાં સૂસવાટાભેર પવન સાથે વરસ્યો વરસાદ, વૃક્ષો અને તોતિંગ હોર્ડિંગ ધરાશાયી

- Advertisement -
Share

સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી.

વડોદરા: દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતની સાથે વડોદરામાં ભાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં બફારાથી ત્રાસેલા શહેરીજનોએ વરસાદને કારણે થયેલી ઠંડકમાં રાહતનો શ્વાસ લીધો છે. જોકે સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસવાથી અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

 

શહેરમાં કડાકા ભડાકા સાથે શરૂં થયેલા વરસાદમાં મુક્તાનંદ વિસ્તારમાં આવેલું મોટું હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી. આ સાથે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, જેને પગલે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

 

 

દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજા મનમૂકીને વરસ્યો હતો. પરંતુ આજે લડોદરાની સાથે સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ લવરસી રહ્યો છે. અહીં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

 

 

પંચમહાલમાં પણ મોડીરાત્રથી ભારે પવન બાદ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોધરા તાલુકાના બગીડોળ, મહેલોલ, દરુણીયા, પોપટપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. આ સાથે મહેસાણા જિલ્લામાં પણ ગતરાત્રીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં છુટા છવાયા ઝાપટા બાદ વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર ઇનિંગ શરૂ કરી હતી. તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

 

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!