કુચાવાડા ટોલનાકા નજીક એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી : ત્રણ શખ્સો સામે પ્રોહીબીશનનો ગુનો નોધ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી પોલીસને બાતમી આધારે વોચ ગોઠવી કુચાવાડા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત જોઇએ તો, જીલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ સતર્ક બની છે. જ્યારે બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે એક ગાડી રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી પાંથાવાડાથી કુચાવાડા તરફ આવનાર છે. જેથી એલ.સી.બી.એ કુચાવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.

 

જ્યારે બાતમી વાળી ગાડી આવતાં તેને રોકાવી ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ – 95 કિંમત રૂ. 1,42,500/- નો મળી આવ્યો હતો. જેથી એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂ. 6,60,900/-નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે આ અંગે ડીસા રૂરલ પોલીસે ગાડીનો ચાલક રાવતારામ પુરખારામ ચૌધરી, રહે. પાદરડી (રાજસ્થાન) તથા અન્ય બે ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!