ડીસાની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને 6 માસની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

બટાકા વેચતાં હોઇ બંને વચ્ચે વિશ્વાસ કેળવાયો હતો : આરોપી વળતર ચૂકવવામાં ઇન્કાર કરે તો વધુ 6 માસની સજાનો હુકમ

 

ડીસાની કોર્ટે ચેક રીટર્ન કેસ મામલે આરોપીને 6 માસની સજાનો હુકમ ફટકાર્યો હતો. જ્યારે નાણાંનું વ્યાજ અને કેસ માટેના ખર્ચ પણ ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રાણપુરમાં રહેતાં હીતેશભાઇ પોપટજી ગેલોત (માળી) બટાકાની ખેતી કરે છે.

 

તેઓએ પોતાના બટાકા સુરતમાં રહેતાં ક્રિષ્ના ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઇટર જગુભાઇ નરસિંહભાઇ હડીયાને અવાર-નવાર વેચતાં હોઇ બંને વચ્ચે વિશ્વાસ કેળવાયો હતો.

 

જેના પગલે વર્ષ-2019 તેઓ ડીસામાં આવેલા અને તેમને રૂપિયાની જરૂર હોઇ તેમના મિત્ર હીતેશભાઇ પાસેથી રૂ. 1,50,000 ઉછીના લીધા હતા અને આ રકમ 3 માસમાં ચૂકવી આપવાની વાત કરી હતી.

 

જો કે, 3 માસ ઉપરાંતનો સમય થવા છતાં પણ જગુભાઇએ રૂપિયા પરત આપ્યા નહીં. જેથી હીતેશભાઇ વારંવાર ઉઘરાણી કરતાં જગુભાઇએ તેમને તા. 06/08/2019 ના રોજ આઇ.ડી.બી.આઇ.બેંકનો ચેક આપ્યો હતો.

 

જે બેંક હીતેશભાઇએ ડીસા બેંકમાં રજૂ કરતાં બેલેન્સ ન હોવાના કારણે ચેક પરત ફર્યો હતો. જેથી હીતેશભાઇએ તેમના વકીલ મારફત કલમ-138 મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

 

જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતાં ડીસા કોર્ટે ગત તા. 01/05/2022 ના રોજ તેનો ચૂકાદો આપતાં આરોપી જગુભાઇ નરસિંહભાઇ હડીયાને કલમ-138 માં કસુરવાર ઠેરવીને 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

 

જ્યારે વળતર પેટે રૂ. 1,50,000 હીતેશભાઇને ચૂકવી આપવા અને વાર્ષિક સાદા વ્યાજના 9 ટકા પ્રમાણે એટલે ચેક રીટર્ન થયાથી જ્યાં સુધી મૂડી પરત આપે તે દિવસ સુધીનું વ્યાજની રકમ સહીત રૂ. 10,000 ચૂકવવા જો આરોપી વળતર ચૂકવવામાં ઇન્કાર કરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!