લાખણી અને થરાદના કાચા માર્ગો 7.74 કરોડના ખર્ચે નવા બનાવામાં આવશે

- Advertisement -
Share

સરકાર દ્વારા થરાદ વિધાનસભા મતવિસ્તારના થરાદ અને લાખણી તાલુકાના 10 ગામોને જોડતા 12.90 કિમીના માર્ગો 7.74 કરોડના ખર્ચથી નવા બનાવાની તજવીજ હાથ ધરાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

 

થરાદ અને લાખણી તાલુકાના ગ્રામીણ માર્ગો નવા બનાવવાની પ્રજાજનોની વર્ષોથી માંગણી ઉઠવા પામી હતી. આથી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા થરાદ મતવિસ્તારના થરાદ અને લાખણી તાલુકાના 12.90 કિલોમીટરના માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 7.74 કરોડના ખર્ચે પાકા બનાવવાના કામને મંજુર કરી જોબ નંબર આપવામાં આવ્યા હતા. જેને લઇને વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બંને તાલુકાના પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

 

લાખણી તાલુકાના ટરૂવાથી ગણતા સુધીનો (1.50 કિમી 90 લાખ), થરાદના ચારડાથી ચુવા રોડ (3.00 કિમી 180 લાખ), દુધવાથી વામી રોડ (4.10 કિમી 246 લાખ), છનાસરાથી દિદરડા રોડ (2.80 કિમી 168 લાખ), નારોલી રોડથી ભોરોલ પ્રા.શાળા રબારી ગોળીયા રોડ (1.50 કિમી 90 લાખ)

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!