અમીરગઢ નજીક વાછરડા ભરેલ ટ્રક ચાલકે જીવદયાપ્રેમીઓ પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

અમીરગઢ નજીક વાછરડા ભરેલી ટ્રક કતલખાને લઇ જતાં હોવાની જીવદયાપ્રેમીઓને ખાનગી બાતમી મળતાં જીવદયાપ્રેમીઓએ વાછરડા ભરેલી ટ્રકનો પીછો કરી ગાડી રોકાવાનો ઇશારો કરતાં વાછરડા ભરેલી ટ્રકના ચાલકે મારી

 

 

નાખવાના ઇરાદે જીવદયાપ્રેમીઓની ગાડીને જીવલેણ હુમલો કરી ટક્કર મારી વાછરડા ભરેલી ટ્રક લઇ ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં જીવદયાપ્રેમીઓ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાનની સરહદ અડીને આવેલો જીલ્લો છે. જેથી અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓની કતલખાને લઇ જવા માટે હેરાફેરી થતી હોય છે.

 

 

ત્યારે બીજી તરફ જીવદયાપ્રેમીઓ દ્વારા કતલખાને જતાં પશુઓને રોકાવી તેમનો જીવ બચાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગત તા. 22 મીએ રાહુલભાઇ વિજયભાઇ જૈન તેમના મિત્રો સાથે પાલનપુર હતા. તે દરમિયાન તમને ખાનગી બાતમી મળી કે, અમીરગઢ રોડ તરફ વાછરડા ભરેલી ટ્રક કતલખાને લઇ જઇ રહ્યા છે.

 

 

તે દરમિયાન રાહુલભાઇ વિજયભાઇ જૈન અને તેમના બીજા ત્રણ મિત્રો સાથે મળીને તેમની ગાડી નં. GJ-08-F-4653 લઇ પાલનપુરના ખેમાણા ટોલટેક્સથી પીછો કરી અમીરગઢ પહેલાં વાછરડા ભરેલી ટ્રકને ઉભી રખાવી અને તેની પૂછપરછ કરતાં તે દરમિયાન તે ગાડીના ચાલકે પોતાની ટ્રક ભગાડી દેતાં જે બાદ રાહુલભાઇ વિજયભાઇ જૈન પોતાની મિત્રો સાથે ગાડીમાં બેસી તે ગાડીનો પીછો કર્યો હતો.

 

અને અમીરગઢ નજીક કાંટા પાસે એક બીજી વાછરડા ભરેલી આઇશર ટ્રક પૂરઝડપે આવી આગળ જઇ રહેલ વાછરડા ભરેલી આઇશર ટ્રકના ચાલકે એકબીજાના મેળાપથી જાનથી મારી નાખવાનો ઇશારો કરી બંને વાછરડા ભરેલી આઇશર ટ્રકની વચ્ચે જઇ રહેલા જીવદયાપ્રેમીઓ રાહુલભાઇ વિજયભાઇ જૈનની ગાડીમાં તેમના મિત્રોને જાનથી મારી નાખવા ઇરાદે હુમલો કર્યો હતો.

 

અને પાછળ ચાલી રહેલી ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં આગળ જઇ રહેલી ટ્રકને રાહુલભાઇ વિજયભાઇ જૈનની ગાડી સાથે અથડાઇ હતી અને તેમની ગાડી રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી અને વાછરડા ભરેલી આઇશર ટ્રક ચાલક પોતાની ટ્રક લઇ નાસી છૂટ્યો હતો.

 

ત્યારબાદ રાહુલભાઇ વિજયભાઇ જૈનની ગાડીમાં બેઠેલ તમામ જીવદયાપ્રેમીઓને ઇજાઓ થતાં તાત્કાલીક 108 વાનની ટીમને જાણ કરી હતી. 108 વાનની ટીમ ઘટનાસ્થળે આવી તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

જેમાં સંજયભાઇ અળખાભાઇ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

આમ આ તમામ જીવદયાપ્રેમીઓ અબોલ જીવોને કતલખાને બચાવવા જતાં વાછરડા ભરેલી આઇશર ટ્રકના ચાલકે જીવદયાપ્રેમીઓ પર જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો.

 

જે બાદ રાહુલભાઇ વિજયભાઇ જૈને અમીરગઢ પોલીસ મથકે વાછરડા ભરેલી આઇશર ટ્રકના ચાલક સહીત તેમની સાથે મળેલા તેમના સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવતા અમીરગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!