વડગામના પાંડવાના યુવકે દોઢ વર્ષની બાદ મહેનત રંગ લાવી : ભંગારમાંથી બેટરીથી સંચાલિત કાર બનાવી સપનું સાકાર કર્યું

- Advertisement -
Share

દોઢ વર્ષની મહેનત બાદ રૂ. 2,50,000 ના ખર્ચે કાર બની : 7 કલાકમાં બેટરી ચાર્જ થાય છે

 

વડગામના પાંડવાના 22 વર્ષના યુવકે પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ ભંગારમાંથી સાધનો ખરીદી જૂના મોડલની કાર બનાવી છે. જે કાર અને બેટરી પર આધારીત છે. બેટરી ફૂલ ચાર્જ હોય તો 100 કિલોમીટર સુધી ચાલે છે.
જેને સૌ કોઇ લોકો નીહાળવા આવી રહ્યા છે. પાંડવા ગામના ઝુલ્ફીકારખાન ઝાકીરખાન જાગીરદાર જેવો 22 વર્ષના છે તે પોતાના ગામમાં જ વેલ્ડીંગ અને મોડીફાઇડની દુકાન ધરાવે છે.

યુવકને બાળપણથી જ જૂની કાર બનાવવાનું સપનું હતું જે આજે તેમને સાકાર કર્યું છે. આ બાબતે જાગીરદાર ઝુલ્ફીકારખાને જણાવ્યું હતું કે, ‘હું જ્યારે નાનો હતો ત્યારે ટી.વી.માં જૂના મોડલની કાર જોઇ હતી.

 

જે મને ખૂબ પ્રિય હતી. મને વિચાર આવ્યો કે, હું પણ આ મોડલની જૂની કાર બનાવીશ. ત્યારબાદ ભંગારમાંથી અલગ-અલગ ચીજવસ્તુઓ લાવી જૂના મોડલની કાર તૈયાર કરી જે કાર બેટરીથી ચાલે છે.

 

કાર બનાવતા મને દોઢ વર્ષનો સમય લાગ્યો હતો અને રૂ. 2,50,000 ખર્ચો થયો હતો. આજે મારૂ સપનું સાકાર થયું છે.
જેને આજુબાજુના ગામોના લોકો મારે કારને જોવા આવી રહ્યા છે. યુવક કારની સાથે સાથે ખેતી માટે ઉપયોગી ટ્રોલી જેવા અનેક ઇલેક્ટ્રીક સાધનો બનાવે છે.’

 

પાંડવાના યુવકે જૂના મોડલની ભંગારમાંથી કાર બનાવી હતી. જે બેટરી આધારીત છે. જે બેટરી 7 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે અને 100 કિલોમીટર સુધી ચાલે છે જેનો માત્ર 5 યુનિટ પડે છે.

 

શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી હતી કે, ‘કાર બનશે કે કેમ પરંતુ હિંમત રાખી ભંગારમાંથી સાધનો ભેગા કરી કાર બનાવવાનું શરૂ કર્યું હતું. જે સપનું સાકાર થયું માટે યુવક ખૂશ હતો અને હાલમાં આ કાર રૂ. 2,50,000 માં બની શકે છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!