ડીસા તાલુકાના ભોયણ નજીકથી શનિવારે રેમડેસિવિર ઇન્જેક્શન સાથે 8 શખ્સોને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા બાદ થરાદના ચાર શખ્સોનો કોર્ટમાં રજૂ કરતા જામીન પર છુટકારો થયો હતો.
જયારે અમદાવાદના 4 શખ્સોના રીમાન્ડ મેળવી ડીસા તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કાર્ય. જેમાં ડીસા તાલુકા પોલીસે અમદાવાદની સંજીવની હોસ્પિટલના બી.એ.એમ.એસ ડો.વિશાલકુમાર સુરેશદાન ગઢવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના મહામારી દરમ્યાન ઓકસીજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે કપરા સમયમાં કાળા બજારીયા પણ પૈસા કમાવવા માટે હોડ લગાવવી છે. 01-05-2021ના રોજ ડીસાના ભોયણ નજીકથી એલ.સી.બી પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે 4 બનાસકાંઠા અને 4 અમદાવાદના મળી કુલ 4 શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

ઇન્જેક્શન ખરીદવા આવેલા થરાદના ચાર શખ્સોને શનિવારે મોડી સાંજે ડીસા તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચારેય શખ્સોના જામીન મંજુર કરવામાં આવ્યાં હતાં. જ્યારે અમદાવાદથી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ મેળવ્યા બાદ ડીસા તાલુકા પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી.
ત્યારબાદ ડીસા તાલુકા પોલીસે અમદાવાદ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલના બી.એ.એમ.એસ ડોક્ટર વિશાલ કુમાર સુરેશ દાન ગઢવીની ધરપકડ કરી હતી જે બાદ ડીસા તાલુકા પોલીસે ડોક્ટર વિશાલકુમારને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી.
From – Banaskantha Update