ડીસામાં એક પરિવારના ઘરે 6 શખ્સોએ ધોકા અને પાઇપો વડે હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં બુધવારની રાત્રે કેટલાંક અસામાજીક શખ્સો દ્વારા એક પરિવારના ઘરે આવી અપશબ્દો બોલી ધોકા અને પાઇપો વડે માર મારતાં ડીસા ઉત્તર પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લા સહીત ડીસા તાલુકામાં નજીવી બાબતોમાં મારામારી અને અસામાજીક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

 

ત્યારે ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતાં કીરણભાઇ સરદારભાઇ રાવળને તેમના ઘરે હોળી-ધૂળેટીના પર્વે ઢૂંઢનો પ્રસંગ હોઇ તેમના સાળા અને તેમની પત્ની અને સાઢુ આવ્યા હતા.

 

તેઓ બુધવારની રાત્રે જમીને પરિવાર સાથે બહાર બેઠા હતા. તે દરમિયાન કેટલાંક શખ્સો ધોકા અને પાઇપો લઇ આવી તમે બોસ થઇ ગયા છો તેમ કહી મા-બેન સામા અપશબ્દો બોલી ધોકા અને પાઇપો વડે માર મારવા લાગ્યા હતા.

 

તે દરમિયાન આજુબાજુના લોકો આવી તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જ્યારે આ શખ્સો જતાં જતાં કહેતાં ગયા કે, હોળીના દિવસે તમારા દીકરાને પગે લગાડવા આવશો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

 

આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે કીરણભાઇ સરદારભાઇ રાવળે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાહુલ ઉર્ફે ગોગા ઠાકોર, અચુ રફીક મહમંદ શેખ, રાહુલ કાળુભાઇ સોની, મુકેશ પુખરાજભાઇ સોની અને 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!