બનાસકાંઠામાં તળાવો માટે જમીન નીમ કરવા મહેસૂલી તંત્રે નિર્યણ લીધો : તળાવ માટે નવ ગામના લોકોને કાયમી જગ્યા મળી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લા કલેકટરના નિર્ણયથી વડગામ, પાલનપુર, કાંકરેજ, ડીસા અને દાંતા એમ કુલ-5 તાલુકાના 9 ગામોના લોકોને જુદા જુદા 10 જેટલાં સર્વે નંબરોમાં કુલ ક્ષેત્રફળ હે. 18-95-70 ચોરસ મીટર જમીન તળાવ માટે નીમ કરવામાં આવતા તળાવ માટેની કાયમી જગ્યા મળી.

 

 

તારીખ 01 એપ્રિલથી શરૂ થઇ રહેલા સુજલામ-સુફલામ જળસંચય અભિયાનમાં આ તળાવોને ગ્રામજનો ઉંડા કરાવી શકાશે. જે તળાવ ચોમાસાની ઋતુમાં ભરાય તેનાથી ગામની ભૂગર્ભ જળ સપાટી ઉપર આવશે તથા ગામની સુંદરતામાં પણ વધારો થશે.

 

 

જિલ્લાના પાંચ તાલુકાના 9 ગામમાં તળાવો માટે જમીન નીમ કરવામાં આવતા આ ગામના લોકોમાં આનંદ અને ખુશીની લાગણી પ્રસરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!