અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે રોંગ સાઈડમાં આવેલી BRTS બસ એ એક્ટિવાચાલકને ટક્કર મારતા મોત નીપજ્યું

- Advertisement -
Share

અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની ટક્કરે મોત નીપજ્યું છે. મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો અને આજે સવારે ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો.

[google_ad]

[google_ad]

લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS વગેરે નારા લગાવ્યા હતા. B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી BRTS બસચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

[google_ad]

[google_ad]

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાના જણાવ્યા મુજબ BRTS બસ સ્ટેન્ડ નજીકના સીસીટીવી ફૂટેજ મુજબ એક્ટિવા ચાલક રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેણે બસને આવતી જોઈ ન હતી અને બસ સાથે ટક્કર વાગી હતી. બસ ડ્રાઈવરનું નામ શંકર દયામા છે. પોલીસ તપાસ ચાલી રહી છે.

[google_ad]

[google_ad]

શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં જલુભાઈ દેસાઈ તેમનાં પત્ની અને બે બાળકો સાથે રહેતાં હતાં. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા. આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6.30ની આસપાસ એક્ટિવા લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા BRTS ઇલેક્ટ્રિક બસ-ચાલકે ટક્કર મારી હતી, જેથી જલુભાઈ નીચે પટકાયા હતા.

[google_ad]

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108ને એક નરસિંગ સ્ટાફ યુવકે ફોન કરી જાણ કરી હતી. જલુભાઈને યુવકે પંપિંગ કર્યું હતું, પરંતુ ઓક્સિજનની વધુ જરૂર પડી હતી, જેથી જલુભાઈનું મોત નીપજ્યું હતું.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!