ડીસા નજીકની ભોપાનગર રેલવે ફાટકે ઓવરબ્રિજની માંગ…

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાંથી પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્ર -કાઠિયાવાડને જોડતો એકમાત્ર નેશનલ હાઇવે નં. 26 પસાર થાય છે. જે હાઇવે ઉપર રાત- દિવસ વાહનોનો ભારે ઘસારો રહે છે પરંતુ હાઇવે ઉપર ડીસાના ભોપાનગર પાસે આવેલી રેલવે ફાટક મુસાફરો, વાહન ચાલકો સહિત આમ પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે. અવારનવાર ફાટક બંધ રહેતી હોવાના કારણે ફાટકની બંને સાઈડે વાહનોનો લાંબી લાઈનો લાગી જાય છે.

 

 

 

જેથી ટ્રાફિક ચક્કાજામ થતા મુસાફરો અને વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. તેમાં પણ ઘણી વખત બે બે ટ્રેન કે માલગાડીની આવક જાવકથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ટ્રેન કે માલગાડી નીકળી ગયા પછી પણ ફાટક ખોલવામાં થતો વિલંબ ભારે થઈ પડે છે. અધૂરામાં પૂરું, ફાટક ખુલતા જ વહેલા નીકળી જવાની હોડમાં બંને બાજુથી વાહનો સામસામે આવી જતા સમયને સાચવવા જતાં દુર્ઘટના બનવાની સંભાવના રહેલી છે તેમાં પણ ઈમરજન્સી કેસના બીમાર દર્દીનું તો આવી જ બને છે.

 

 

 

 

હાલમાં રેલવેની ડબલ લાઈન થતા માલગાડી અને ટ્રેનો વધી પડી છે તેથી આમ પ્રજાની હાડમારીઓ પણ વધી પડી છે. અહીં ઓવરબ્રિજ બનાવવા વર્ષોથી જાગૃત નાગરિકો અને સરપંચો દ્વારા વારંવાર રજૂઆતો કરાય છે.ચૂંટણીઓમાં પણ ફાટકનો પ્રશ્ન ચમકે છે તેમછતાં અતિ જરૂરી અને પ્રજાની રજુઆત રેલવેના બાબુઓ કાને ધરતા નથી. તેથી આમ પ્રજામાં રોષ સાથે આક્રોશની લાગણી છવાઈ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!