પાલનપુર ખાતે આવેલ જેટકો વીજ સ્ટેશન સદરપુર ખાતે 66 કેવી. પીટી.આઇસોલેટર ડીપીમાં આગ લાગતા અને ધડાકા ભેર અવાજો થતા આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વીજકંપની સ્ટેશનમાં રહેતા સ્ટાફ દ્વારા આગ પર કાબુ કરવા માટે યથાર્ત પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ સદનસીબે વીજ કંપનીના અંદરના ડ્રાય પાવડર બોટલો જ બંધ હાલતમાં હતી. વીજ કમ્પની ડીપીમાં આગ પર કાબુ મેળવા પાલનપુર નગરપાલિકા ફાયર ફાઈટર મંગાવીને આગ પર કાબુ મેળવતા વીજ કંપનીના સ્ટાફે અને લોકોએ હાશકારો અનુભયો હતો.
- Advertisement -