ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ : પ્રથમ દિવસે 300 બોરીની આવક નોંધાઇ

- Advertisement -
Share

ભાવ પણ પ્રતિમણ (20 કિલો) ના રૂ. 1200 થી 1291 જેટલાં સારા રહેતાં ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે

 

ડીસા માર્કટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઇ ચૂકી છે. જેમાં પ્રથમ દિવસથી નોંધપાત્ર આવક સાથે ભાવો પણ સારા રહેતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરાનું કહી શકાય તેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે ખેત પેદાશો વેચવા માટે મહત્વનું ગણી શકાય તેમ છે.

 

અહીં તમાકુ અને બટાકા સહીત વિવિધ ખેત પેદાશોનું પણ સારા ભાવ સાથે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે આ મોખરાના કહી શકાય તેવા ડીસા માર્કેટયાર્ડમાં સોમવારથી ઉનાળુ મગફળીની આવકો શરૂ થઇ ચૂકી છે.

 

લગ્નગાળાની સીઝન પૂર્ણ થતાં જ ખેડૂતો પોતાના પાક વેચવા માટે આવી પહોંચ્યા છે. જેમાં સોમવારે પ્રથમ દિવસે ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની 300 બોરીની આવક નોંધાઇ હતી.

 

અને ભાવ પણ પ્રતિમણ (20 કિલો) ના રૂ. 1200 થી 1291 જેટલાં સારા રહેતાં ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે અને હજુ પણ ભાવો સારા જવાની આશા ખેડૂતોમાં જોવા મળી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!