દાંતાના અડેરણથી ટુડીયા માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં એક યુવકનું મોત : એક યુવકનો આબાદ બચાવ

Share

દાંતા તાલુકાના અડેરણથી ટુડીયાના માર્ગ પર ગુરૂવારે અજાણ્યા વાહનના ચાલકે ધડાકાભેર પાછળથી ટક્કર મારતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ દાંતા પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે દાંતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અકસ્માતની વિગત એવી છે કે, દાંતા તાલુકાના અડેરણથી ટુડીયાના માર્ગ પર ગુરૂવારે અજાણ્યા વાહનનો ચાલક પૂરઝડપે આવી રહ્યો હતો. તે દરમિયાન અડેરણથી ટુડીયાના માર્ગ પર બાઇકના ચાલકને પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં નીચે પટકાયા હતા. જેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં કમકમાટીભર્યું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો.

[google_ad]

 

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ દાંતા પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતના સમાચાર પરિવારજનોને મળતાં કાલીમા પ્રસરી ગઇ હતી.

[google_ad]

Advt

જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે મૃતકની લાશને દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અજાણ્યો વાહનનો ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ અંગે દાંતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share