બનાસકાંઠામાં યુવતી રેલ્વે સ્ટેશન પર આત્મહત્યા માટે પહોંચતાં 181 ની ટીમે બચાવી હાશકારો અનુભવ્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં એક પરિણીતા પાલનપુર રેલ્વે સ્ટેશન પર આત્મહત્યા કરવા માટે પહોંચતાં 181 ની ટીમે બચાવી હતી. યુવતીના તેની મરજી વિરુદ્ધ લગ્ન કરી દેવાયા હોય સાસરી પક્ષના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, 181 અને મહીલા પોલીસની ટીમે સમય સૂચકતા વાપરી યુવતીને બચાવી તેના પરિવારજનોને સોંપી હતી.

[google_ad]

 

બનાસકાંઠાના ગ્રામિણ વિસ્તારની યુવતી લગ્ન તેણીની મરજી વિરૂધ્ધ થયા હતા. યુવતીને પતિ ગમતો ન હતો. છતાં યુવતીને માતા-પિતાએ પરાણે સાસરે મોકલી હતી. જો કે, સાસરીમાં પણ ચૂસ્ત નિયમોનું પાલન કરાવવામાં આવતું હતું. યુવતીને બહાર નીકળવા દેતા ન હતા.

[google_ad]

advt

 

 

શારિરીક- માનસિક ત્રાસથી કંટાળી આ યુવતી રવિવારે મોડી રાત્રે પાલનપુર રેલ્વે સ્ટેશને ટ્રેનમાં કપાવવા માટે આવી હતી. જો કે, આ અંગેનો કોલ બનાસકાંઠા 181 ના કાઉન્સેલર અને મહીલા પોલીસ મમતાબેન મળતાં તાત્કાલીક રેલ્વે સ્ટેશન પહોચી ગયા હતા. જેમણે કાઉન્સિંગ કર્યુ દરમિયાન યુવતીનો ભાઇ આવતાં તેને સહી સલામત સોંપી હતી.

 

From – Banaskantha Update


Share