થરા-રાધનપુર હાઇવે પર ટેન્કર પલ્ટી ખાતાં અફડા-તફડી સર્જાઇ : ડ્રાઇવરનો આબાદ બચાવ

- Advertisement -
Share

પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

થરા-રાધનપુર હાઇવે પર મંગળવારે ટેન્કર અચાનક પલ્ટી ખાતાં અફડા-તફડી સર્જાઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
ટેન્કરમાંથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. સ્થાનિકોનું માનવું છે કે, હાઇવે ઉપર પડેલા ખાડાઓને કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાય છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.
થરા-રાધનપુર હાઇવે ઉપર ભલગામ સવપુરા નજીક મંગળવારે એક ટેન્કર અચાનક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
ટેન્કર પલ્ટી ખાતાં જ સ્થાનિક લોકોએ ટેન્કરમાં ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં હાઇવે ઉપર ખાડા પડવાના કારણે અનેકવાર
અકસ્માતો સર્જાય છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. જોકે, આ ટેન્કર પલ્ટી ખાઇ જવાના કારણે હાલ તો થરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!