પાલનપુર:સતત ત્રીજી વખત સવેરા હોટલમાં ઘુસી ટ્રક

Share

પાલનપુરના ચેકપોસ્ટ નજીક સર્જાયો અકસ્માત: એક નું મોત..

સતત ત્રીજી વખત સવેરા હોટલમાં ઘુસી ટ્રક

પાલનપુર ચેકપોસ્ટ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એક ટ્રકચાલકે પુર ઝડપે ચલાવી બે કારને અડફેટે લઇ ટ્રક સવેરા હોટલ માં ઘુસી જતા એકનું મોત થયું હતું તેમજ ત્રણથી વધુ લોકોને ઇજા થતા સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડાયા હતા..

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માત ના બનાવોમાં વધારો થઈ રહ્યા છે.ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલા ચેકપોસ્ટ નજીક અકસ્માત ની ઘટના સામે આવી છે.

આબુરોડ તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બે કારને અડફેટે લીધી હતી અને કારને પલટી મારી ટ્રક સીટી સવેરા હોટલ માં ઘુસી ગઈ હતી અકસ્માતમાં એકનું મોત થયું હતું તેમજ ત્રણથી વધુ લોકોને ઇજા થતા સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પાલનપુર ચેકપોસ્ટ નજીક આવેલ સવેરા હોટલ માં અત્યાર સુધી ત્રણ વાર ટ્રક સવેરા હોટલમાં ઘુસી હોવાના બનાવ સામે આવ્યા છે..

 

From – Banaskantha Update


Share