ડીસામાં ઇન્ટર ફેકલ્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાની ડીસા કોલેજમાં તા. 14 થી 16 માર્ચ સુધી સ્વ. પરાગભાઇ ત્રરયબકલાલ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.

 

 

જેમાં સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્ટાફ ટીમ, કોમર્સ વિભાગ ટીમ, આર્ટ્‌સ વિભાગ સ્ટાફ ટીમ, બી.બી.એ., બી.એસ.સી. સ્ટાફ ટીમ સહીતની કુલ 6 જેટલી ટીમોએ ભાગ લીધો છે.

 

 

જ્યારે સંસ્થાના સ્વ. પરાગભાઇ ત્રરયબકલાલ પટેલને એક ટ્રીબ્યુટ આપવાના ભાગરૂપે આ વર્ષેથી શરૂ કરાયેલી આ ટુર્નામેન્ટ આવનારા વર્ષોમાં પણ યોજાતી રહેશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

સ્વ. પરાગભાઇ ત્રરયબકલાલ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ-2022 નું આયોજન તા. 14/15/16 માર્ચ દરમિયાન કરાયું હતું.

 

 

જેમાં સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્ટાફ ટીમ, કોમર્સ વિભાગ સ્ટાફ ટીમ, આર્ટ્‌સ વિભાગ સ્ટાફ ટીમ, બી.બી.એ.-બી.એસ.સી. સ્ટાફ ટીમ, નોન ટીચિંગ સ્ટાફ ટીમ અને સેલ્ફ ફાયનાન્સ સ્ટાફ ટીમ એમ 6 ટીમોએ ભાગ લીધો છે.

 

આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાશે. આ ટુર્નામેન્ટમાં સ્ટાફ મિત્રોને શુભેચ્છાઓ આપવા શિવાનીબેન પટેલ, વિનોદભાઇ પટેલ, છગનભાઇ પટેલ, નિલેશભાઇ પુરોહીત અને સંસ્થાના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્‌સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. આર.ડી. ચૌધરીએ કર્યું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!