અમીરગઢમાં જેસોર અભ્યારણના મંદિરના પૂજારી પર રીંછે હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

બુધવારે રાત્રે પૂજારીને રીંછે હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

 

અમીરગઢ વિસ્તારમાં આવેલ જેસોર અભ્યારણમાં અનેકવાર ખોરાકની શોધમાં જંગલી પશુઓ રહેણાંક વિસ્તારમાં આવતાં હોય છે અને અનેકવાર જંગલી પશુઓ દ્વારા માનવ પર હુમલો કરવામાં આવતો હોય છે.

ત્યારે બુધવારની મોડી રાત્રે અમીરગઢના જેસોર અભ્યારણમાં આવેલ ઇસ્માની માતાજીના મંદિરના પૂજારી પર રીંછે હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.

3 દિવસમાં 2 વ્યક્તિઓ પર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેસોર અભ્યારણમાં આવેલા મંદિરના પૂજારી પર બુધવારે રાત્રે રીંછે હુમલો કરતાં પૂજારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રીંછ દ્વારા 2 લોકો પર હુમલો કરતાં આજુબાજુમાં રહેતાં લોકોમાં રીંછને લઇને લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!