ડીસામાં લમ્પી વાયરસ મામલે વધુ એક ફરિયાદ નોંધાઇ : પ્રતિબંધ છતાં પશુઓ ભરેલ જીપડાલુ ઝડપાયું

- Advertisement -
Share

જાહેરનામાનો ભંગ થતાં ફરિયાદ નોંધાઇ : જીપડાલા ચાલક સામે કાર્યવાહી કરાઇ

હાલ સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે પશુઓને એક જીલ્લાથી બીજા જીલ્લામાં લઇ જવા પ્રતિબંધ હોવા છતાં ડીસાના આખોલથી ડીસા તરફ પશુઓને પીકઅપ જીપડાલામાં ભરી લઇ જતાં

હોવાની પોલીસને જાણ થતાં પોલીસે પીકઅપ જીપડાલા ચાલક સામે આઇ.પી.સી.-181 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર યથાવત છે અને સમગ્ર ગુજરાતમાં પશુઓને હેરાફેરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પરંતુ કેટલાંક શખ્સો પશુઓને એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં અને અન્ય રાજ્યમાં લઇ જતાં હોવાની જાણ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

ત્યારે વધુ લમ્પી વાયરસ મામલે ડીસામાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ડીસાના આખોલ ગામમાંથી એક પીકઅપ જીપડાલા નં. GJ-02-X-1703 માં ગાયને ભરી ડીસા તરફ આવી રહ્યા હતા.

 

તે દરમિયાન ડીસામાં પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન પશુને પીકઅપ જીપડાલામાં ભરી લઇ જતાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ જીલ્લામાં લમ્પી વાયરસને લઇ પશુઓને હેરાફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

પરંતુ જીપડાલા ચાલક ગોવિંદભાઇ શંકરજી સોલંકી (રહે. વસાણી, તા. પાલનપુર) ગાયને પીકઅપ જીપડાલામાં ભરી લઇ જતાં હોવાનું જાણવા મળતાં અને તેની પાસે પશુઓની હેરાફેરી માટેની પરમિશન માંગતા કોઇ પરમિશન જાણવા મળ્યું નહીં.
આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે જીપડાલા ચાલક સામે આઇ.પી.સી.-181 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે ડીસામાં અત્યાર સુધી લમ્પી વાયરસ મામલે 2 ફરિયાદ નોંધાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!