થરાદમાં ધોળા દહાડે બંધ ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

થરાદ-ડીસાના હાઇવે વિસ્તારમાં રહેતી એક વિધવા મહીલાના ઘરમાં હાથફેરો કરીને અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના સહીત રૂ. 1,04,620 ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
થરાદના મારુતિ ધામ વજેગઢ મુકામે રહેતી ગીતાબેન વિરદાનભાઇ બારોટ (ઉં.વ. આ. 40) વિધવા મહીલા સોમવારે ત્રણેક વાગ્યાના સમય સુધી ભારતમાલા પુલ નીચે લારી લઇને રાબેતા મુજબ ઉભી રહી હતી.
ત્યારબાદ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ચૂંટણી કાર્ડ લઇને ઘરને તાળુ મારી વજેગઢની પ્રાથમિક શાળામાં મતદાન કરવા ગઇ હતી.

 

ત્યાંથી સાંજે 5:30 વાગ્યાના સુમારે પરત આવી લારી પરથી ઘરે જતાં ઘરનો દરવાજાનો નકુચા તૂટેલા જોઇ ઘરમાં તપાસ કરતાં સામાન વેર-વિખેર અને પેટીઓ ખુલ્લી જોઇ ચોરી થયાનું જણાયું હતું.
તપાસ કરતાં ઘરમાંથી રૂ. 23,995 ના ચાંદીના દાગીના, રૂ. 50,625 ના સોનાના દાગીના અને રોકડ રૂ. 30,000 મળી કુલ રૂ. 1,04,620 ની મત્તાની ચોરી થવાની થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે
અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિધવા મહીલાની મુડી લૂંટાઇ જતાં તેણીના કરૂણ રુદનથી આજુબાજુના રહીશો પણ દ્રવી ઉઠયા હતા.

 

500 ગ્રામનું ચાંદીનું બિસ્કીટ, જૂના સમયના 500 ગ્રામના ચાંદીના કડલા, 40 ગ્રામની ચાંદીની માછલી, પુત્રી નીકીતાનો 500 ગ્રામનો ચાંદીનો કંદોરો, 12 ગ્રામની ચાંદીની હોસડી, 20 ગ્રામનો ચાંદીનો દોરો અને
10 ગ્રામના ચાંદીના હાથના ગજરા, 5 ગ્રામનું ચાંદીનું મંગળસૂત્ર, 10 ગ્રામનું ચાંદીની બાળકીઓ, 2 આનીનો સોનાની કુંટો, 4 આનીની સોનાની વીંટી, 12 આનીનું સોનાનું ફૂલ, 2 આની અને 7 આનીની સોનાની કાનની બુટ્ટી

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!