ડીસાના આસેડા ગોળાઈ પાસે ગાડીમાં અચાનક આગ લાગી, 2 લોકોનો આબાદ બચાવ

- Advertisement -
Share

પાટણ તરફથી આવી રહેલી મારુતિ કાર આસેડા વળાંક પાસે આવતાની સાથે જ ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી પરંતુ સદનસીબે ડ્રાઈવર ગાડી સાઇડમાં કરી અને એક વ્યક્તિ સાથે નીચે ઉતરી જતાં જાનહાનિ ટળી હતી પરંતુ આગની ઘટનામાં મારુતિ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાહનોમાં આગની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે આજે એક જ દિવસમાં ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યા પર મારુતિ કારમાં આગની ઘટના સામે આવી હતી ખાસ કરીને ડીસા તાલુકામાં આજે શોર્ટસર્કિટના કારણે મારુતિમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

ત્યારે આજે પાટણથી મારુતિ કાર લઈને ડીસા તરફ આવી રહેલા બે લોકો વાસડા વળાંક પાસે પહોંચતાની સાથે જ મારુતિ કારમાં શોર્ટ સર્કિટ શરૂ થઈ ગયું હતું જેથી ડ્રાઇવર તાત્કાલિક કાઢીને આસેડા પાસે સાઈડમાં કરી હતી જે બાદ જોતજોતામાં મારુતિ કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગમાં મારુતિ કાર બળી જવા પામી હતી. આગની ઘટનાને લઈને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી તો મારુતિ કાર બળીને ખાખ થઇ ગઈ હતી. આ આગની ઘટનામાં ડ્રાઇવરની સમય સૂચકતાથી બંને લોકોનો આબાદ બચાવ થયો હતો.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!