ડીસામાં બનેલા રાજ્યના સૌથી મોટા બ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટી અને નગરપાલિકા વચ્ચે બીલ ભરવાના વિવાદનો અંત આવ્યો : લાઇટો ફરી રોશનીથી ઝગમગી ઉઠશે

- Advertisement -
Share

નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાનો નિર્ણય લેતાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે

 

ડીસામાં બનેલા રાજ્યના સૌથી મોટા એલિવેટેડ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની તૈયારીઓને આખરે ઓપ અપાઇ ગયો છે. સવા વર્ષે અગાઉ બ્રિજ બન્યો હતો.
ત્યારે નખાયેલી લાઇટોનું વીજ બીલ ભરવાના મુદ્દે ડીસા નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી વચ્ચે મડાગાંઠ પડતાં બ્રિજની લાઇટો હજુ સુધી ચાલુ થઇ શકી ન હતી.

બનાસકાંઠામાંથી પસાર થતાં દિલ્હી-કંડલા નેશનલ હાઇવે નં. 27 ઉપર ડીસામાં રાજ્યનો સૌથી લાંબો એટલે કે 3.75 કિલોમીટરનો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.
બ્રિજ ઉપર ડીવાઇડર વચ્ચે, બ્રિજના બંને બાજુ અને બ્રિજની નીચેના ભાગે એમ થઇ કુલ 600 થી વધુ લાઇટો નાખવામાં આવી હતી.
પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી આ ઓવરબ્રિજની લાઇટોનું બીલ ભરવાની જવાબદારી નગરપાલિકાના માટે સોંપી દેતાં નગરપાલિકાએ પણ આ વીજ બીલ ભરવાનો ઇન્કાર કર્યો હતો.
જેના કારણે હાઇવે ઓથોરિટી અને નગરપાલિકા વચ્ચે પડેલી મડાગાંઠના કારણે ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો ચાલુ થઇ શકી ન હતી.
ત્યારબાદ ડીસાના નાગરિકોની અને જીલ્લા નેતાગીરીની અનેક રજૂઆતો બાદ હવે નેશનલ હાઇવે ઓથોરિટીએ આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાનો નિર્ણય લેતાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!