ભીલડીમાં અકસ્માતનું ઢોંગ રચી ટેન્કર ચાલકે 40 લાખનું તેલ બારોબાર વેચી દઈ છેતરપિંડી થતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસા ભીલડી હાઈવે પર એક ટેન્કર ગટરમાં ખાબકાવી અકસ્માતને ખપાવવાનો પ્રયાસ કરાયો હતો જેમાં ટેન્કર ચાલકે તેના સાગરીતો સાથે મળી 40 લાખનું તેલ વેચી ફરાર થતાં ગોંડલના વેપારી જયદીપ રામાણીએ ટેન્કરચાલક સંજય મારી સામે છેતરપિંડીની ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

બનાસકાંઠા જિલ્લાના ભીલડી તાલુકા મથકે બે દિવસ અગાઉ સિવિલની બાજુમાં એક ટેન્કર ગટરમાં ખાબકી હતું અને આ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ ગામ મહેતા જયદીપભાઈ વિઠ્ઠલભાઈ રામાણી (પટેલ) રવિ ઓઇલ રિફાઇનરી ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. તેમજ કાચું રયડાનું તેલ કરનાણી સોલવેક્ષ પ્રાઇવેટ લિમિટેડ ઓઇલ મિલ ગામ .ગોઠડા. તાલુકો બાસિ.જીલ્લો જયપુર રાજસ્થાનથી મંગાવી અને રિફાઇનરી વેચાણ કરતા હતા13/04/ 2022ના રોજ કરનાળી solvex પ્રાઇવેટ લિમિટેડ oil mill માંથી 30 ટન રાયડા તેલ મોકલી આપવા ઓર્ડર લખાવેલ.

રાયડા તેલની ભરવાની થતી રકમ 32 લાખ standard chartered bank રાજકોટના ખાતામાંથી કરનાળી solvex પ્રાઇવેટ લિમિટેડ ઓઇલ મીલ જેતપુર રાજસ્થાનના બેંક ઓફ બરોડાના ખાતામાં જમા કરાવેલા અને તારીખ 14.4.2022ના રોજ બાલાજી ટેન્કર ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સૈતાનસિંહનો સંપર્ક કરી રાયડા તેલ ભરવા માટે ટેન્કર રૂપિયા 48 હજારના ભાડાથી નક્કી કરેલ ટેન્કર નંબર GJ-12-AT-7280 જે બાદ તારીખ 17.4.2020ના રાત્રીના સાડા ત્રણ વાગ્યાના સુમારે જયદીપભાઇના ભાગીદાર જયેશભાઈ જયંતીભાઈ પટેલના હોય ફોન કરી જાણ કરેલ કે તમોએ મંગાવેલ રાયડા તેલ 30 ટન જેની કિંમત 41,31,656નું જે ટેન્કર નંબર GJ-12-AT-7280 નો ચાલક સંજયભાઈ હીરાલાલ મળી રહે મચ્છુનગર ઝુપડપટ્ટી ખારીરોહર તાલુકો ગાંધીધામ કચ્છ વાળાને કરનાળી solvex પ્રાઇવેટ લિમિટેડ આઇલમાંથી ભરીને રવાના કરેલ હતો જે ટેન્કર રાયડા તેલ ભરેલ આ લેખમાં ભીલડી હાઈવે રોડ ઉપર રાત્રિના અઢી વાગ્યાના સમયે સિવિલની બાજુમાં પલટી ખાઈ ગટરના પાણીમાં ખાબકી હતી.

 

જેમાં જે બાદ ટ્રેકટરના ચાલકે સમગ્ર ઘટનાની જાણ જયદીપભાઇને જાણ કરતા જે બાદ જયદીપભાઈએ તેના ભાગીદાર જયેશભાઈ પટેલને જાણ કરતા આ બંને ભેગા મળી 17.4.2022ના રોજ સવારના 11 વાગ્યે પિંડી આવેલા અને ભીલડી હાઈવે રોડ પર સરકારી દવાખાનાની આગળ ગટરલાઈનનું પાણી ભરાયેલું પડેલ હતું તે જગ્યાએ રાયડા તેલ ભરેલ ટેન્કર નંબર GJ-12-AT-7280 આડુ પડેલ હતું અને ટેન્કરના તમામ ઢાંકણ પાણીમાં ડૂબેલા ન હતા અને પાણીથી અદ્ધર હતા અને ટેન્કરના તમામ ચેમ્બરના ઢાંકણના સીલ ટુટેલ હતા અને એક ઢાંકણ ખુલ્લું પડ્યું હતું.

 

ટેન્કરનું ઢાંકણ ખોલી તેમાં જોતા એકાદ ટન રયદાનું તેલ હતું તે જગ્યાએ પાણીમાં રાયદાનું તેલ ઢોળાયેલ ન હતું જે બાદ જયદીપભાઇ પટેલ ડ્રાઈવરનો સંપર્ક કરતાં તેનો મોબાઈલ બંધ આવતો હતો જે બાદ ટ્રાન્સપોર્ટના માલિક શેતાન સિંહનો સંપર્ક કરતા પરંતુ ટેન્કરચાલક ડ્રાઈવરનો કોઈ સંપર્ક ન થતાં ડ્રાઇવર ઉપર વહેમ ગયેલો કે તે રાયડાનું તેલનો મળતિયા માણસોને વેચી અને આ અકસ્માત થયેલીની ખોટી હકીકત ઊભી કરેલી.

 

અને જાણ કરેલ ટેન્કર નંબર GJ-12-AT-7280ના ચાલક સંજયભાઈ હરિલાલ માળી મચ્છુ નગર ઝુપડપટ્ટી ખારીરોહર તાલુકો ગાંધીધામ કચ્છ વાળાએ રાયડા તેલ 29 ટન જેટલું જેની આશરે કિંમત 41 લાખ તેને આર્થિક લાભ લેવાના ઇરાદે તેના મળતિયા માણસોને રસ્તામાં કોઈ પણ જગ્યાએ વેચી દઈ અને તેના કબજા હેઠળનું ટેન્કર ભીલડી નજીક હાઈવે રોડ પર સરકારી દવાખાના આગળ ભરેલા ગટરના પાણીમાં પલ્ટી ખવડાવી સત્ય હકીકત છુપાવી અકસ્માતની ખોટી હકિકત ઊભી કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતાં જયદીપ ભાઈ વિઠ્ઠલભાઈ રામાણી પટેલએ ભીલડી પોલીસ મથકે સંજયભાઈ હરિલાલ માળી રહે ગાંધીધામ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!