અમીરગઢમાં ગાજર ભરેલા ડાલાએ પલટી મારતા અકસ્માત સર્જાયો, અકસ્માતના પગલે ટ્રાફિક સર્જાયો

Share

પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ફાટક નજીક ગાજર ભરેલા પીકઅપ ડાલાએ પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પીકઅપ ડાલુ પલટી મારતા જ રોડ વચ્ચે ગાજર ઢોળાય હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે રાજસ્થાન તરફથી આવતા પિકઅપ ડાલાના ચાલકે લક્ષ્મીપુરા પાટિયા નજીક અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતાં પીકઅપમાં ભરેલા ગાજરો નેશનલ હાઈવે પર પથરાયા હતા. નેશનલ હાઇવે પર ગાડી પલટી મારતાં ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

 

 

From – Banaskantha Update


Share