ડીસામાં આંતરાષ્ટ્રીય મહીલા દિન નિમિત્તે રોટરી ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- Advertisement -
Share

 

સેવા, સહયોગ અને સંસ્કાર માટે હંમેશા જાગૃત રોટરી ક્લબ-ડીસા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી વિશેષ રીતે કરાઇ હતી.

 

 

જેમાં ખ્યાતનામ પ્રોફેસર અને મહીલા સશક્તિકરણ માટે હંમેશા ચિંતા કરનાર અને વિશ્વ હીન્દુ પરિષદના મહીલા સંયોજીકા અને ઘણા બધા પ્રતિષ્ઠીત એવોર્ડથી સન્માનિત ડૉ. અવનીબેન આલ દ્વારા આધુનિક ભારતની આધુનિક નારી વિષય ઉપર સુંદર અને ધારદાર પ્રવચન આપ્યું હતું.

 

આજના સમયમાં નારી અબળા નથી પણ સબળા છે. અંતરીક્ષથી શરૂ કરી આયુર્વેદ વિષયમાં બહેનો આજે ખૂબ સુંદર કાર્ય કરી રહી છે. હજુ પણ ઘણી જગ્યાએ બહેનો પર અત્યાચાર અને બળાત્કાર જેવી ઘટનાઓ બને છે.

 

એના માટે બહેનોએ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને બહેનોએ અભ્યાસમાં ખૂબ જ આગળ વધીને સારી રીતે દેશ સેવા કરવાની સલાહ આપી હતી.

 

કાર્યક્રમની શરૂઆતમાં રોટરી પ્રેસિડેન્ટ ડૉ. પ્રવિણભાઇ ઠક્કરે અવનીબેન આલનું પુષ્પગૃચ્છ આપી સન્માન કર્યું હતું. જ્યારે ગવર્મેન્ટ આઇ.ટી.આઇ. કોલેજની બહેનો દ્વારા પણ રોટરી પ્રમુખ અને સેક્રેટરી તેમજ ડૉ. અવનીબેન આલનું સન્માન કરાયું હતું.

 

ત્યારબાદ શરૂ થયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં આઇ.ટી.આઇ. માં અભ્યાસ કરતાં ભાઇઓ અને ઘણી બધી બહેનોને બ્લડ ડોનેશન કરીને સ્ત્રી સશક્તિકરણનો પરચો આપ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં ભણશાલી ટ્રસ્ટ તરફથી સુંદર વ્યવસ્થા કરાઇ હતી.

 

પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઇ દરજી, રો. નીતાબેન વારડે અને રો. ડો. જગદીશભાઇ સોની સહીત ઘણા બધા રોટરીયન મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

આસીસ્ટન્ટ ગવર્નર શાંતિભાઇ ઠક્કર દ્વારા બહેનોને મંગળવારે આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કરીને સાચી સમાજ સેવા કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે રોટરી ક્લબ-ડીસાના સેક્રેટરી રો. ડૉ. ગોપાલભાઇ જોષીએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!