છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરારી નાસતો-ફરતો મોટી ભાખરથી આરોપી ઝડપાયો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાની પેરોલ ર્ફ્લો સ્કોડની ટીમે ખાનગી બાતમીના આધારે મોટી ભાખરથી છેલ્લા એક વર્ષથી વચગાળાના પેરોલ રજા ઉપરથી ફરારી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જેથી પોલીસે શખ્સને આગળની સજા ભોગવવા માટે સળીયા પાછળ ધકેલી દીધો.

[google_ad]

 

Advt

આ અંગેની વિગત એવી છે કે, અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરે આપેલ ડ્રાઇવ આધારે આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.માથોલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી પેરોલ ફર્લો સ્કોડ પોલીસના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા/પેરોલ/ફર્લો ફરારી આરોપીઓની તપાસમાં હતા.

[google_ad]

 

તે દરમિયાન બાતમીના આધારે વચગાળાના પેરોલ રજા ઉપરથી ફરારી આરોપી હકાજી તલજી ઠાકોર (રહે. મૂળ લટીયા, તા.ડીસા, જી. બનાસકાંઠા, હાલ રહે. મોટી ભાખર, તા. દાંતીવાડા, જી.બનાસકાંઠા) વાળાને શુક્રવારે મોટી ભાખર સીમમાંથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીને આગળની સજા ભોગવવા માટે જીલ્લા જેલ-પાલનપુર સળીયા પાછળ ધકેલી દીધો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!