તંત્ર-મંત્ર કરતા અંધશ્રદ્ધાના ગુરુ થઇ શકે છે હવે ઝેલ ભેગા : બનાસકાંઠાના વાયરલ વિડીયો સામે પોલીસની કાર્યવાહી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના કારણે કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ પોતાના ગુરુને બોલાવી વિધિ કરાવ્યા બાદ ઓક્સિઝન લેવલ ઘટી જતાં દર્દીનું મોત નીપજયું હતું.

જોકે 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરી હતી. અંતે પાલનપુર પોલીસે તપાસમાં ગુરુ સહિત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.

 

 

 

 

ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે જેમાં ગઈકાલે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દી ન સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

 

 

 

કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા પરંતુ ડીસા માં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા. જો કે તે સમયે પાલનપુરમાં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ ભવનભાઈની તબિયતના સમાચાર લેવા માટે આવ્યા હતા અને તે સમયે તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું.

 

 

 

 

તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈને સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા, જો કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેમનું મોતનું નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના 20 દિવસ અગાઉની છે અને હવે 20 દિવસ પછી આ સમગ્ર ઘટનામાં વિધિ કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હકીકત સામે આવી છે.

 

 

 

 

આ મામલે તેમના મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે જોકે બીજી તરફ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ હાથ ધરી હતી જેમાં કોરોના ગ્રસ્ત ભવનભાઈ પ્રજાપતિને સારવારના બદલે ગુરુ દ્વારા મંત્ર-તંત્ર જાપ કરી સાજા થઇ જશે તેવું કંઈ અંધશ્રદ્ધામાં રાખી આખરે ભવનભાઈ પ્રજાપતિનું મોત થયું હતું. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી હતી અને અંતે ગુરુ મોહન ભગત (નાડેલા,રાપર) સહિત દિનશ પ્રજાપતિ, રાપર અને રાયમલ ભગતનો ગૃરૂ ભાઈ આ ત્રણ આરોપીઓ સામે IPC 188 અને એપેડમિક એકટ મુજમ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!