ડીસાના ખરડોસણ નજીક પીકઅપ ડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 5થી વધુ લોકો ઘાયલ

- Advertisement -
Share

ડીસાના ખરડોસણ-ધરપડા નજીક શુક્રવારે પીકઅપ ડાલા અને સ્વીફ્ટ કાર ધડાકાભેર સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચથી વધુ ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ખરડોસણ-ધરપડા નજીક શુક્રવારે પીકઅપ ડાલા નં. GJ-08-Y-7463 અને સ્વીફ્ટ કાર નં. GJ-16-AA-9231 ધડાકાભેર સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

 

 

 

જેમાં પાંચથી વધુ ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે બંને વાહનોને આગળના ભાગે ભારે નુકશાન થયું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!