ધાનેરામાં BSFના જવાનોની સાઇકલ યાત્રા આવતાં સન્માન કરાયું

- Advertisement -
Share

ધાનેરામાં ગુરૂવારે સવારે 11 કલાકે બી.એસ.એફ. જવાનોની સાઇકલ યાત્રા આવી પહોંચી હતી. જેનું ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના આગેવાનો, ભારત વિકાસ પરિષદ અને નગરજનો દ્વારા સન્માન કરાયું હતું.

[google_ad]

બી.એસ.એફ. જવાનોએ ભૂજથી વાઘા બોર્ડર સુધી સાઇકલ યાત્રા યોજી ‘એક ભારત, નેક ભારત, સ્વચ્છ ભારત’ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના શિર્ષક સ્લોગન સાથે 2,500 કિલોમીટર ફરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની સફળ યોજનાનો લાભ અને લોકોમાં જાગૃતિ આવે તે આશય સાથે યાત્રા યોજવામાં આવી રહી છે.

[google_ad]

ધાનેરામાં પ્રવેશ કરતાં નગરપાલિકાના સદસ્ય ઇન્દુબેન જોષી અને ગીતાબેન વાઘેલાએ કુમકુમ તિલક કરી જવાનોને આવકાર્યાં હતા.

[google_ad]

 

સમગ્ર યાત્રા દ્વારા ધાનેરા નગરમાં ‘એક દેશભક્ત’નો માહોલ સર્જાયો હતો. જવાનોએ કોરોના સંક્રમણથી કઇ રીતે બચી શકાય અને સરકારની યોજના થકી કોરોના કાળમાં કઇ રીતે પગભર રહી શકાય તે બાબતની વિશેષ સમજ આપી હતી.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!