સુઈગામ પંચાયતના પ્રમુખ અને મહિલા ટી.ડી.ઓ. વાતચીતમાં આમને-સામને બાખડયા, ઓડીયો થયો વાઈરલ

- Advertisement -
Share

પ્રમુખે ઓડીયો ક્લીપ વાયરલ કરતા ખળભળાટ મચ્યો : જાતિવાદીના આક્ષેપો કરતાં મામલો ગરમાયો

 

 

 

સૂઇગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ટી.ડી.ઓ. વચ્ચે ટેલીફોનિક વાતચીતમાં આમને-સામને બાખડયા હતા. જેમાં પ્રમુખે ઓડીયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જેમાં ટી.ડી.ઓ. દ્રારા પ્રમુખ અનુસુચિત જાતિના હોઈ જાતિવાદ ભેદ રાખવામાં આવી રહો છે. જયારે ટી.ડી.ઓ. એ પ્રમુખને ધમકી આપી છે તેમજ અન્ય લોકોને ધમકી આપો છો તેવું પ્રમુખે કહ્યું. અનુસૂચિત જાતિના વ્યક્તિઓને દબાવવાનું બિલકુલ છોડી દો નહીતર હું તાલુકા પંચાયતમાં હંગામો કરીશ તેવી ટી.ડી.ઓ. ને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું.

 

 

 

 

પ્રમુખે ટી.ડી.ઓ. ને કહ્યું તાલુકા પંચાયતમાં ઘડીક અહીંયા ફરતા હોય અને બીજા તાલુકામાં તમે ગાડીઓ લઇ ફરતા હોય તેમજ તમને સત્તા કોણે આપી છે. જયારે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને દબાવવાનું બિલકુલ છોડી દો નહીતર હું તાલુકા પંચાયતમાં હંગામો કરીશ તેવી ટી.ડી.ઓ. ને ટેલીફોનીક વાતચીતમાં પ્રમુખે જણાવ્યું. પ્રમુખે ટી.ડી.ઓ. ને કહ્યું હતું કે, “હવે કહેવું નથી, હું કરી બતાવીશ, નહી થાયને તો રાજીનામું મુકીશ પણ કરી બતાવીશ હું.” તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

સૂઇગામ તાલુકા પંચાયતના પ્રમુખ મેવાભાઇ કલાલ

 

આ અંગે સૂઇગામ તાલુકા પંચાયતના પ્રમુખ મેવાભાઇ કલાલે જણાવ્યું હતું કે, અનૂસૂચિત જાતિમાંથી આવતો હોવાથી અવગણના થઇ રહી છે. ઓડીયો કલીપ વાયરલ કરી ન્યાય માંગ્યો. જો ન્યાય નહી મળે તો ઉપવાસ ઉતરવાની તેમજ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

 

 

ટી.ડી.ઓ. કાજલબેન

 

 

આ અંગે સૂઇગામના ટી.ડી.ઓ. કાજલબેને જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ઓડીયો કલીપ વાયરલ કરાઈ છે. જેમાં મારા ઉપર પાયાવિહોણા અને ખોટા આક્ષેપો કરાયા છે. તે અંગે તેમની સાથે બેઠક કરી પ્રશ્નોનું નિરાકરણ લેવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!