ઇકબાલગઢમાં પોલીસે આવનારા તહેવારોને લઇ ફ્લેગ માર્ચ યોજાઇ

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢમાં અમીરગઢ તાલુકા પોલીસ દ્વારા આગામી તહેવારોને લઇ ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જેમાં અમીરગઢ પી.એસ.આઇ. એમ.કે.ઝાલા અને અમીરગઢ પોલીસ સ્ટાફ સાથે રહી બુધવારે ઇકબાલગઢ ગામમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

 

 

અમીરગઢ તાલુકામાં આગામી સમયમાં આવનારા હોળી-ધૂળેટીના તહેવારને લઇને અમીરગઢ પોલીસ અને ઇકબાલગઢ પોલીસ દ્વારા ઇકબાલગઢ ગામમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

 

જેમાં અમીરગઢના એમ.કે.ઝાલા સહીતના તમામ પોલીસ સ્ટાફે સાથે રહી આવનારા તહેવારને લઇને અમીરગઢ-ઇકબાલગઢ સહીત આજુબાજુના પંથકમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

 

આ અંગે અમીરગઢ પી.એસ.આઇ. એમ.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, ‘આગામી સમયમાં આવનાર તહેવારો જેમ કે, હોળી-ધૂળેટી તહેવારોને લઇ અમીરગઢ, ઇકબાલગઢ, વિરમપુર અને કપાસીયા સહીત આજુબાજુના ગામોમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે હેતુથી ઇકબાલગઢમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!