ડીસામાં રહેણાંક મકાનમાં ગેસના બાટલમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

 

ડીસાના શિવનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં અચાનક ગેસના બટલામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.

 

 

જ્યારે આગની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં દોડી આવી ઘરમાં ફસાયેલા 70 વર્ષિય વૃદ્ધાને બહાર નીકાળી રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે ઘરમાં પડેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી અગમ્ય કારણોસર આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.

 

 

જેમાં રહેણાંક મકાન અને વાહનોમાં ઉનાળાની ઋતુની શરૂઆતમાં ગરમીના કારણે આગની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે.

 

ત્યારે ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતાં સમુબેન પરમાર રાબેતા મુજબ મંગળવારે સાંજના સમયે ઘરમાં રસોઇ બનાવી રહ્યા હતા.

 

તે દરમિયાન અચાનક અગમ્ય કારણોસર બાજુમાં પડેલ ગેસનો બાટલો લીકેજ થતાં ગેસના બાટલામાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગથી ઘરમાં ચારેબાજુ જવાળાઓ ફેલાઇ હતી.

 

આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ તાત્કાલીક ઘરમાં દોડી આવ્યા હતા અને બેભાન અવસ્થામાં નીચે પડેલા વૃદ્વાને ભારે જહેમત બાદ બહાર નીકાળવામાં આવ્યા હતા.

 

જે બાદ આગને કાબૂમાં લેવા સ્થાનિક લોકોએ માટી અને પાણીનો છંટકાવ કર્યો હતો તેમ છતાં પણ આગ કાબૂમાં ન આવતાં તાત્કાલીક ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તાત્કાલીક સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 

આગની ઘટનામાં મકાન માલિકના ઘરમાં પડેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં તેમને મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!