પાંથાવાડામાં ગંજીપાનાનો જુગાર રમતા 9 ઇસમો ઝડપાયા : કુલ 45,640/-નો મુદ્દામાલ જપ્ત કરાયો

Share

પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના વક્તાપુરા ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં ગંજીપાના વડે જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂા. 35,140/- તથા મોબાઇલ નંગ-7 સાથે પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

સોમવારના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેસન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા વક્તાપુરા પરબડી પાસે આવતા મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે વક્તાપુરા પરબડી પાસે આવેલ ચોપાભાઈ ડુંગરાભાઈ પટેલ રહે.વક્તાપુરાવાળાના ખેતરમાં બનાવેલ ઘરની આગળ ખુલ્લામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી મળી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બાતમીના આધારે સદરી જગ્યા પર જઇ જુગાર રમતા 9 ઇસમોને રોકડા રૂા. 35,140/- તથા મોબાઇલ નંગ-7,કિં.રૂા. 10,050/- એમ કુલ કિં.રૂા. 45,640/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરવામાં આવી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પકડાયેલ આરોપીઓ :-

(1) ભરતભાઇ લવજીભાઈ જાતે પુરોહિત, રહે. ગુંદરી તા.દાંતીવાડા, જિલ્લો – બનાસકાંઠા.
(2) લવજીભાઈ શંકરાજી જાતે વાગડા, રહે. બાપલા તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(3) અમરતભાઈ ખુમાજી જાતે પુરોહિત, રહે. કુંડી તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(4) સવસીભાઈ જવાજી જાતે પટેલ, રહે. વક્તાપુરા તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(5) બગદાભાઈ હંજારીભાઈ જાતે ગોહીલ રહે. બાપલા તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(6) ચોપાભાઈ ડુંગરાભાઈ જાતે પટેલ, રહે. વક્તાપુરા તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(7) શંકરભાઇ ઉર્ફે ભાવેશભાઈ શાંતીલાલ જાતે બારોટ, રહે. ભાટરામ તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(8) રમેશભાઈ દેવાજી જાતે માજીરાણા, બાપલા તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
(9) લવજીભાઈ સવાજી જાતે બારોટ, રહે. ભાટરામ, તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.

 

From – Banaskantha Update


Share