પાટણમાં જુગારધામ પર વિજીલન્સ પોલીસ ત્રાટકતાં 8 શખ્સોને ઝડપ્યા : 2 શખ્સો ફરાર

- Advertisement -
Share

 

પાટણના કોઠાકુઇ વિસ્તારમાંથી વિજીલન્સ પોલીસે મંગળવારે જુગારધામ પર રેડ કરીને 8 શખ્સોને રૂ. 2.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે 2 શખ્સો રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણમાં જુગાર ધામની બદી ફૂલીફાલી હોવાની જાણ વિજીલન્સ પોલીસને થતાં વિજીલન્સ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ શહેરના દશામાં મંદિર નજીક આવેલ કોઠાકુઇ વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામ પર મંગળવારે રેડ કરી 8 શખ્સોને ઝડપી પાડયા હતા.

 

જ્યારે 2 શખ્સો રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે રેડ દરમિયાન રોકડ રકમ રૂ. 25,000, 8 વાહનો કિંમત રૂ. 2,30,000, 10 મોબાઇલ કિંમત રૂ. 32,000 મળી કુલ રૂ. 2,87,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!