પાલનપુર તાલુકાની બનાસ મેડીકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના મોરીયા ગામે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમ પહેલા બનાસ મેડીકલ કોલેજમાં યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.

પાલનપુર તાલુકાની મોરિયા બનાસ મેડીકલ કોલેજમાં આજે મહિલા દિવસ નિમિત્તે બનાસડેરી દ્વારા પશુપાલન મહિલાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાવાનો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આવવાના હતા.

પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ બનાસ મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અગમ્ય કારણોસર કોલેજમાં જ આપઘાત કરી લીધો હતો આ ઘટનાની જાણ કોલેજ સંચાલક મંડળને થતા તેઓ પણ તાત્કાલિક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો તે સ્થળ પર પહોંચ્યા હતા અને આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આજે વહેલી સવારે બનાસ મેડીકલના ધાબા પરથી યુવકે પડતું મૂકી આપઘાત કરતા મેડિકલ કોલેજમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાના પગલે હાલ તો પોલીસે આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે પરંતુ સી.આર પાટીલના આગમન પૂર્વે વિદ્યાર્થીના આપઘાતના પગલે કાર્યક્રમમાં પણ તેની અસર જોવા મળી હતી.

 

From  – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!