શિકારની શોધમાં આવેલા સિંહ-સિંહણને જીવન-મરણના જંગમાં બળદે ભગાડયા : સમગ્ર ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ

Share

 

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં ગીર જંગલની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં ઘૂસી આવતાં સિંહના બનાવો સામાન્ય બન્યા છે. જંગલ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતાં સિંહ અવાર-નવાર પશુઓનો શિકાર પણ કરે છે.

 

 

પરંતુ જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામમાં તા. 21 મી રાત્રિના શિકારની શોધમાં ઘૂસી આવેલા સિંહ અને સિંહણની જોડી એક બળદનો શિકાર કરી શકી ન હતી. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. સિંહ-સિંહણની જોડી પણ એક બળદનો શિકાર કરવામાં નિષ્ફળ રહેતાં આશ્ચર્ય ફેલાયું છે.

 

 

મોટા હડમિતાયા ગામમાં બનેલી આ ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, ‘સિંહ અને સિંહણની જોડી ગામમાં શિકારની શોધમાં ચડી આવે છે. ત્યારે ગામમાં ફરી રહેલા એક રેઢીયાળ બળદ સામે તેમનો સામનો થાય છે. સતત ત્રણ મિનિટ સુધી સિંહ અને સિંહણ બળદ પર હુમલાનો પ્રયાસ કરે છે.

 

 

પરંતુ ઠંડીથી બચવા બળદ પર કંતાન અને ગોદડા ઢાંકેલા હોવાના કારણે સિંહ અને સિંહણ શિકાર કરી શક્યા ન હતા. તો બીજી તરફ બળદે હોકારા કરવાનું ચાલુ રાખ્યા હતા. જેના કારણે સિંહ અને સિંહણ પણ બચતાં જોવા મળી રહ્યા છે. ત્રણ મિનિટ સુધી જીવન-મરણનો જંગ ચાલ્યા બાદ બળદ શેરીની અંદર જતો રહે છે. સિંહ-સિંહણ પણ તેની પાછળ જતાં રહે છે. જો કે, તેનો શિકાર કરી શક્યા ન હતા.

 

 

શિકારની શોધમાં ફરતા સિંહ ગમે તે બળીયા પશુનો આસાનીથી શિકાર કરી લેતાં હોય છે. પરંતુ તા. 21 મીએ મોટા હડમતિયા ગામમાં સિંહ અને સિંહણ એક બળદનો શિકાર ન કરી શકતાં સિંહ પ્રેમીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. આ સમગ્ર ઘટના ગામના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

junagadh


Share