ડીસાનો યુવક બસમાં લેપટોપ સાથેની બેગ ભૂલી જતાં કંડક્ટરે પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું

- Advertisement -
Share

 

ડીસાનો યુવક ડીસાથી મહેસાણા જવા માટે દાહોદની બસમાં બેઠો હતો. જો કે, મહેસાણા ઉતરી ગયા બાદ લેપટોપ સાથેની બેગ બસમાં જ ભૂલી જતાં એસ.ટી. કર્મચારીઓએ મૂળ માલિકને સુધી બેગ પરત આપી હતી.

 

 

બસમાં મુસાફરી દરમિયાન અનેક મુસાફરો અવાર-નવાર પોતાનો કિંમતી માલ-સામાન બસમાં જ ભૂલીને જતાં હોય છે પરંતુ ફરજ પરના કર્મ નિષ્ઠ કર્મચારીઓ બસમાંથી મળી આવેલ બિનવારસી માલ-સામાનને મૂળ માલિકને શોધી ઇમાનદારીના દર્શન કરાવે છે.

 

ત્યારે શનિવારે ડીસાના મેહુલભાઇ દિલીપભાઇ દરજી મહેસાણા જવા માટે ડીસા-દાહોદ બસમાં બેઠા હતા. તે દરમિયાન મહેસાણા આવતાં પોતાના પાસે રહેલું લેપટોપ ભૂલી ઉતરી ગયો હતો.

 

ત્યારે ડીસાના બસ ડેપોના કંડક્ટર અલ્ફાતભાઇ (બેજ નં 946) ને આ વસ્તુ નજરે પડતાં તેઓએ રાખી મૂકી બીજા દિવસે ડીસા ડેપોમાં ટ્રાફીક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા રમેશભાઇ દેસાઇને જમા કરાવી હતી.

 

આથી તેઓએ મુસાફરને મોબાઇલ નંબર પર સંપર્ક કરી ડીસા ડેપોમાં મુસાફરને પોતાનું લેપટોપ સહીતની ચીજવસ્તુઓ પરત કરવામાં આવતાં ડીસા ડેપોના કર્મચારીઓની ઇમાનદારી અને ફરજ નિષ્ઠાની પ્રશંસા થઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!