ડીસાની દિકરીને સાસરી પક્ષ દ્વારા શારિરીક-માનસિક ત્રાસ આપતા પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકાના માલગઢ ગામે ડીસાની દીકરીને તેના સાસરી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતાં ડીસાની દીકરીએ તેના પતિ સહિત સાસરી પક્ષના ચાર લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

ડીસાના રિજમેન્ટના ખાડિયા વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન માળીના આજથી સાતેક વર્ષ અગાઉ ડીસાના માલગઢ ખાતે આવેલ કુંડાવાળી ઢાણી રહેતા રાજુભાઈ પ્રહલાદભાઈ માળી સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરેલ થયા હતા. લગ્ન પછી લક્ષ્મીબેન માળીના સાસરીના લોકોએ શરૂઆતમાં ચારેક વર્ષ સુધી સારી રીતે રાખેલ અને જે બાદ લક્ષ્મીબેનને તેના પતિ રાજુભાઈ પ્રહલાદભાઈ માળી નાની નાની બાબતોમાં હેરાન કરવા લાગેલા અને લક્ષ્મીબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા લાગ્યા.

 

જે બાદ લક્ષ્મીબેનના પતિએ લક્ષ્મીબેન ઘરેથી કાઢી મુકીને જે બાદ લક્ષ્મીબેન તેમના માં-બાપના ઘરે જઈ રહ્યા હતા લક્ષ્મીબેનનો ઘરસંસાર ન બગડે તે માટે તેમના સગા વ્હાલા અને માં-બાપે સમજાવી પાછા તેમને સાસરી ખાતે મોકલે ત્યાર પછી તેમના સાસરીના લોકો થોડા દિવસો સુધી સારી રીતે રાખેલ અને ત્યાર પછી ફરીથી તેના પતિ દ્વારા ત્રાસ આપવા લાગેલા અને તેના સાસુ અને સસરા તેમજ તેમના દિયર પણ લક્ષ્મીબેનના પતિને ચડામણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતાં.

 

પરંતુ લક્ષ્મીબેનનો ઘરસંસાર ન બગડે જેથી મૂંગા મોઢે સહન કરી રહેતા હતા જે બાદ તારીખ 28/02/2022ના રોજ લક્ષ્મીબેન માલગઢ ગામ હતા તે દરમિયાન તેમના પતિ જેમતેમ માં બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલા અને ગડદાપાટુનો માર મારવા લાગેલા જે બાદ લક્ષ્મી બેનને ગાળો બોલવાની ના પાડતાં લક્ષ્મીબેનના પતિ રાજુભાઈ પ્રહલાદભાઈ માળીએ લક્ષ્મીબેન તેમજ તેમના દીકરા તેમજ તેમની દીકરીને ઘરેથી કાઢી મૂકેલા અને કહેવા લાગેલા કે હવે તું ઘરે પાછી આવતી નહીં અને જો ઘરે પાછી આવશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

 

જે બાદ લક્ષ્મીબેન માળીએ ડીસા તાલુકા પોલિસ મથકે તેના પતિ સહિત રાજુભાઈ પ્રહલાદભાઈ માળી, પ્રહલાદભાઈ ભોમાજી માળી, લીલાબેન પ્રહલાદભાઈ માળી અને દિનેશભાઈ પ્રહલાદભાઈ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!