એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ઘરમાં જ તરુણીને સળગાવી

- Advertisement -
Share

દોઢ માસમાં બીજી ઘટના બની : આરોપીની પોલીસે અટકાયત કરી

 

દુમકામાં ફરી એક વખત પેટ્રોલ નાખી તરુણીને જીવતી સળગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકતરફી પ્રેમમાં આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

આરોપી રાજેશ રાઉત પરિણીત હોવા છતાં યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. તરુણીએ ના પાડી હતી. ત્યારબાદ તેણે તરુણીને જીવતી સળગાવવાની ધમકી આપી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, ઘટના જારમુન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાલકી ભરતપુર ગામની છે. ગુરુવારની રાત્રે આરોપી રાજેશે તરુણીના ઘરમાં ઘૂસીને પેટ્રોલ નાખી આગ લગાડી હતી.
19 વર્ષની મારુતિ કુમારી ખરાબ રીતે દાઝી ગઇ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને રાંચીના રીમ્સમાં રીફર કરાઇ હતી. આરોપીની પોલીસે અટકાયત કરી છે. ડોક્ટર અનુસાર, 90 ટકા દાઝી જવાથી તરુણીની હાલત ગંભીર છે.

 

મારુતિએ અધિકારીઓ સામે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘ગુરુવારે રાત્રે રાજેશ દરવાજાનું તાળું તોડી અંદર આવ્યો હતો અને પેટ્રોલ નાખી આગ લગાવી હતી. શરીરમાં આગ લાગતાં તે ઉઠી તો તેણે રાજેશને ઘરમાંથી ભાગતા જોયો હતો.
મારુતિ જામા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૈરવપુર ગામની છે અને નાનપણથી જ તેની નાની સાથે રહે છે. આરોપી રાજેશ રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશપુર ગામનો રહેવાસી છે.’

 

તરુણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આરોપીના આ જ વર્ષે લગ્ન થઇ ગયા હતા. તેમ છતાં તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. મેં લગ્ન માટે ના પાડી હતી. તો 3-4 દિવસ પહેલાં મને સળગાવી મારી નાખવાની ધમકી આપી હતી.

 

ઘટનાની માહિતી મળતાં જ એસ.ડી.પી.ઓ., ડી.એસ.પી., પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પીડીતાનું નિવેદન લીધું હતું.
જીલ્લા વહીવટી તંત્રે ઘટનાની ગંભીરતા જોઇ પીડીતાને તાત્કાલીક રાંચીના રીમ્સમાં રીફર કરાઇ હતી. સાથે જ પરિવારને રૂ. 1,00,000 ની સહાય પણ કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

 

દુમકામાં દોઢ માસમાં બીજી આવી ઘટના બની છે. તા. 23 ઓગષ્ટે શાહરુખે પોતાના મિત્ર સાથે મળી 16 વર્ષની સગીરાને સળગાવી હતી. શાહરુખે તેને ત્યારે સળગાવી હતી જ્યારે તે ઘરમાં સૂતી હતી. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!