મ્યાંમારમાં પિતાના ખોળામાં બેઠેલી 7 વર્ષની બાળકીનું ગોળીમારી મોત, લોકોમાં ભભુક્યો રોષ

- Advertisement -
Share

મ્યાંમારમાં મંગળવારે મંડલ્યા શહેરમાં સાત વર્ષની બાળકીનું તેના ઘરમાં જ પોલીસ ગોળીબારમાં મૃત્યુ થતાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો હતો. પોલીસે બાળકીના પિતા પર ગોળીબાર કર્યો હતો, પરંતુ બાળકી ઘરમાં પિતાના ખોળામાં બેઠી હતી અને ગોળીએ તેને વીંધી નાખી હતી. ગયા મહિના લશ્કરી બળવા પછી થઇ રહેલા વિરોધ દેખાવો દરમિયાન પોલીસ પગલાં 18 વર્ષથી નીચેની વય ધરાવતા 23 બાળકો સહિત 275 લોકો મૃત્યુને ભેટી ચૂક્યા છે. તો 10 બાળકો ગંભીર રીતે ઘાયલ છે.

દેશમાં 2800 લોકોની અટકાયત થઇ ચૂકી છે. મંડલ્યા ખાતે રાતભર આગચંપી, ધરપકડના દૃશ્યો સર્જાતા રહ્યા હતા. રસ્તાઓ પર બેરિકેડ્સ બળી રહ્યા હતા. સુરક્ષાદળો અનેક ઘર પર ત્રાટકતા રહ્યા હતા. મંગળવારે પોલીસ ગોળીબારમાં 7 વર્ષની બાળકી સહિત 3 લોકોના પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયા હતા. દેશના 75 વર્ષની વયના રાષ્ટ્રીય નેતા ઔંગ સાન સુ કિ બુધવારે કોર્ટમાં સુનાવણી હતી. તેમના પર ગંભીર અપરાધ બદલ કેસ દાખલ કરવામાં આવેલો છે. જો તે પુરવાર થશે તો તેમના પર રાજકીય પદ સંભાળવા સામે પ્રતિબંધ લદાઇ શકે છે.

મ્યાંમારમાં સાઇલન્ટ સ્ટ્રાઇક, મંગળવારે 7 વર્ષની બાળકીનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ હતું. તેની અંત્યેષ્ટિ પછી લોકશાહી તરફી અને સૈન્ય તખતાપલટ વિરુદ્ધ આંદોલનકારીઓએ બુધવારે સાઇલન્ટ સ્ટ્રાઇકનું એલાન આપ્યું હતું. મ્યાંમારમાં પોલીસ દમનમાં મૃત્યુ પામેલા 275 વ્યક્તિ પૈકી તે બાળકી સૌથી નાની વયની હતી.

સુ કિના વકીલ ખિન મોંગ પણ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી યોજાશે કે કેમ તે વિષે નક્કી કહી શકતા નહોતા. તેમનું કહેવું હતું કે સૈન્યે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદ્યો હોવાથી કોર્ટમાં જ વાઇફાઇ નથી. બીજી તરફ સુ કિ વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો સુનાવણી નહીં થાય.

પાટનગર યાંગોને સજ્જડ હડતાળ પાળી હતી. બજારો, દુકાનો બંધ હતાં. શેરીઓમાં ચકલુંય ફરકતું નહોતું . શેરીઓમાં ફળફળાદિ અને શાકભાજી વેચનારા ફેરિયા પણ જોવા નહોતા મળ્યા. એક આંદોલનકારીએ કહ્યું હતું કે આવી રહેલા વાવાઝોડા પહેલાંની આ શાંતિ છે. સોશિયલ મીડિયામાં વિવિધ શહેરો અને નગરોની તસવીરો કહે છે કે સાઇલન્ટ સ્ટ્રાઇકને ભારે સફળતા મળી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!