ડીસામાં BJP બક્ષીપંચ મોરચા બનાસકાંઠા દ્વારા વેક્સીન અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -
Share

ગુજરાતમાં તથા બનાસકાંઠા જિલ્લામાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે રોજ કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

ડીસામાં વગર માસ્કે ફરતા રાહદારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને ધારાસભ્ય દ્વારા લોકોને સોશ્યિલ ડિસ્ટ્સ જાળવવા અને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી.

 

 

ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા બનાસકાંઠા જિલ્લા દ્વારા વેકસીન વિતરણ કાર્યક્રમ ડીસાના સાંઈબાબા મંદિર ખાતે યોજાયો હતો જેમાં નવનિયુક્ત સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, મગનલાલ માળી, બક્ષીમોરચાના જિલ્લા પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, જગદીશભાઈ મોદી, અતુલભાઈ દરજી, બાબુભાઇ વણકર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!