ડીસાની આકાશ વિલા સોસાયટીના રહીશોનો પાણીના નવા બોરની કામગીરીનો વિરોધ

- Advertisement -
Share

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી આકાશ વિલા સોસાયટીમાં પાણીનાં બોર બનાવવાને લઈને વાદવિવાદ ચાલી રહ્યો છે ત્યારે નગર પાલિકા દ્વારા તાજેતરમાં આકાશ વિલા સોસાયટીના કોમન પ્લોટમાં નવિન બોર બનાવવાની કામગીરી ચાલું કરવામાં આવી છે.

 

Advt

 

 

પરંતુ નગર પાલિકા દ્વારા જ્યાં બોર બનાવાય છે તે લોકોને નડતરરૂપ છે એ બાબતે આજે સોસાયટીના લોકો ભેગા મળી આ કામ સત્વરે બંધ કરવાની માંગણી કરી હતી. સોસાયટીના લોકોનું કહેવું છે કે સોસાયટીમાં જે બોર થઈ રહ્યો છે તે નગર પાલિકાના કરાર લેખના વિરુદ્ધમાં થઈ રહ્યો છે. પહેલા કોમન પ્લોટના ખૂણામાં બોર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ બોર કોમન પ્લોટના વચ્ચે કરવામાં આવતા કોમન પ્લોટની આખી જગ્યા રોકાઈ ગઈ છે.

 

 

 

લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક લોકોએ પોતાના સંડાસના ખાળ કુવા અને મકાનના બારી બારણાં અને ઓટલા પણ કોમન પ્લોટમાં નાખવામાં આવ્યા છે. ત્યારે આકાશ વિલા સોસાયટીના રહીશો ભેગા મળી તેનો વિરોધ નોંધાવ્યો હતો અને જે કામ થઇ રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવાની અપીલ કરી હતી. જો આ કામકાજ સત્વરે બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!