ડીસાના નવા ધારાસભ્યનું સુરતમાં અનોખી રીતે પ્રતિકાત્મક વધામણા કરી તેમનું સામૈયું અને અભિવાદન કરાયું

- Advertisement -
Share

મહીલાઓએ ‘હર હર મોદી ઘર ઘર મોદી’ અને ‘પ્રવિણભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લગાવ્યા

 

ડીસા ભાજપમાંથી ચૂંટાયેલા નવા ધારાસભ્યનું બનાસકાંઠા મહીલા મંડળ દ્વારા સુરતમાં અનોખી રીતે પ્રતિકાત્મક વધામણા કરી તેમનું સામૈયું અને અભિવાદન કરાયું હતું.

ડીસામાં જંગી બહુમતીથી ચૂંટાઇને ભાજપના નવા ધારાસભ્ય બનેલા પ્રવિણભાઇ માળીનું હાલમાં ઠેર ઠેર સ્વાગત, સન્માન અને સામૈયું કરવામાં આવી રહ્યું છે.

ત્યારે સુરતમાં રહેતાં બનાસકાંઠાના મારવાડી પરિવારોની મહીલા દ્વારા સંચાલિત બનાસકાંઠા મહીલા મંડળ સુરત દ્વારા પ્રવિણભાઇના વિજય બદલ તેમના સન્માન રૂપે પ્રતિકાત્મક વધામણા કર્યાં હતા.

જેમાં એક બાળકને પ્રવિણભાઇનું મોહરુ પહેરાવી મહીલાઓએ ‘હર હર મોદી ઘર ઘર મોદી’ અને ‘પ્રવિણભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ જેવા નારાઓ લગાવી કળશ જળ દ્વારા વધામણા કરી અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે સુરતમાંથી મોટી સંખ્યામાં મહીલાઓ ઉપસ્થિત રહી હતી. જ્યારે પ્રવિણભાઇ સુરત પધારશે ત્યારે તેમનું ભવ્યાતી ભવ્ય સામૈયું કરી સ્વાગત કરવામાં આવશે તેમ મહીલાઓએ જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!