ભાભર રેલ્વે સ્ટેશનમાં માલગાડીના એન્જીનમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના ૮ શખ્સો ઝડપાયા : 1 શખ્સ ફરાર

Share

 

ભાભર રેલ્વે સ્ટેશન પર પડી રહેતી માલગાડીના એન્જીનમાંથી ડીઝલ ચોરાતું હોવાની એન્જીનના ડ્રાઇવરને શંકા જતાં ભીલડી રેલ્વે પોલીસને જાણ કરી હતી. રેલ્વે પોલીસે ટીમે માલગાડીના એન્જીનમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના 8 શખ્સોને રૂ.3.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, ભાભર રેલ્વે સ્ટેશન પર પડેલ માલગાડીના એન્જીનની ડીઝલની ટાંકીમાંથી ઢાંકણ ખોલીને પાઇપ વડે ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયેલ છે. તા. 23 મી નવેમ્બરની રાત્રે ભાભર રેલ્વે સ્ટેશન પર પડેલ માલગાડીના એન્જીનની ટાંકીનું ઢાંકણ ખોલીને ચોરી કરી હતી. ત્યારબાદ ફરીથી તા. 24 મી નવેમ્બરની રાત્રે ફરીથી ચોરી થતાં એન્જીનના ડ્રાઇવરને શંકા જતાં ભીલડી આર.પી.એફ. પોલીસને જાણ કરી હતી.

[google_ad]

 

 

જેને લઇ એસ.પી. સરફરાજ અહમદના માર્ગદર્શન હેઠળ પી.આઇ. અતરસિંહ અને પી.એસ.આઇ. શિવજીસિંહ ઘાકડ, પોલીસ ઇન્સપેક્ટર પરશરામ, ભીલડી આર.પી.એફ. પી.એસ.આઇ. સંજય યાદવ અને સ્ટાફે ટીમ બનાવીને ટેક્નોલોજીના મદદથી તેમજ ક્રાઇમ બ્રાંચ અને ડોગ સ્કોર્ડની મદદ લઇ ભાભર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ પર મંગળવારે પડેલ રેલ્વે એન્જીન નાઇટ વોલ્ટવાળી માલગાડીના એન્જીનની ટાંકીમાંથી ઢાંકણ ખોલી પાઇપ વડે ડીઝલ ચોરી કરી અન્ય જગ્યાએ લઇ જતાં ૮ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

[google_ad]

 

 

 

 

 

 

પોલીસે 1050 લીટર ડીઝલ રૂ. 90,800, ડીઝલ ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ કાર, ડીઝલનો છકડો, બાઇક અને ખાલી બેરલ મળીને કુલ રૂ.3,68,300 ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો હતો. જ્યારે ફરાર એક આરોપી ફરારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

[google_ad]

 

 

 

 

 

ઝડપાયેલા શખ્સોના નામ
(1) કુલદીપસિંહ વાસુભા રાઠોડ (રહે.ભાભર)
(2) જશવંતસિંહ મુકેશભા રાઠોડ (રહે.ભાભર)
(3) જીવરાજભાઇ લાધાભાઇ ચૌધરી (રહે.સણવા, તા. ભાભર)
(4) કુલદીપસિંહ મુકેશસિંહ રાઠોડ (રહે.ભાભર)
(5) જયેશસિંહ વાસુભા રાઠોડ (રહે.ભાભર)
(6) નરેન્દ્રસિંહ વિરમસિંહ રાઠોડ (રહે.ભાભર)
(7) રામલાલ નગીનલાલ કલાલ (રહે.ખડોસણ,તા.ભાભર)
(8) જેઠાભાઇ આંબાભાઇ પરમાર (રહે.ભીમ બોરડી, તા. ભાભર)

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share