હવે ઈઝરાયેલમાં પણ PM મોદીના મિત્ર “RAAM” ભરોસે, શું નિર્ણય લેશે ? તેના પર દુનિયાની નજર

- Advertisement -
Share

ઈઝરાયેલમાં યોજાયેલી ચૂંટણીમાં ફરી એકવાર કાંટાની ટક્કર છે. અહીં ઈસ્લામિક પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં છે. આજે સવાર સુધીમાં થયેલી 90 ટકા મતોની ગણતરી બાદ પણ કટ્ટર દક્ષિણપંથી માનવામાં આવતી બેંઝામિન નેતાન્યાહૂની લિકુડ પાર્ટી અને તેના સહયોગી દળોને 59 ટકા બેઠકો મળતી દેખાઈ રહી છે. ઈઝરાયેલની સંસદમાં કુલ 120 બેઠકો છે. જેથી બહુમત માટે બેંઝામિન નેતાન્યાહુને ઓછામાં ઓછી 61 બેઠકો અનિવાર્ય રહેશે.

ઈઝરાયેલમાં છેલ્લા 2 જ વર્ષમાં ચોથીવાર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આ વખતે ઈસ્લામિક પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં ઉભરી છે. આ પાર્ટીનું નામ રામ છે. જે કટ્ટર અરબ ઈસ્લામિક પાર્ટી છે.

બેંઝામિન નેતાન્યાહૂ પોતાના કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા માટે જાણીતા છે. તે પેલેસ્ટાઈનવાસીઓને વધારે છૂટછાટ આપવાને કે પછી ફરી ગાઝા ટ્રિપમાં ઈઝરાયેલી કોલોનીઓનો વિસ્તાર રોકવાના વિરોધી છે. જ્યારે રામ પાર્ટીની વિચારધારા તેનાથી એકદમ અલગ છે. આ સ્થિતિમાં એ જોવુ જરૂરી બની ગયું છે કે, શું રામ તેના અપ્રાકૃતિક સહયોગી કહેવાતા કટ્ટર રાષ્ટ્રવાદી લિકુડ પાર્ટીને સમર્થન આપે છે કે નહીં.

પ્રધાનમંત્રી બેંઝામિન નેતાન્યાહૂના ગઠબંધન અને તેમના વિરોધી પક્ષોના ગઠબંધન વચ્ચે ખુબ જ ઓછુ અંતર છે. નેતાન્યાહૂના વિરોધી પક્ષોના ગઠબંધનોને 56 બેઠકો મળવાનું અનુમાન છે. આ સ્થિતિમાં રામ પાર્ટીની સરકાર બનાવવામાં મોટી ભૂમિકામાં દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં રામ પાર્ટીને લગભગ 5 બેઠકો મળવાનું અનુંમાન છે. જો તે લિકુડ પાર્ટીના ગઠબંધનને સમર્થન આપશે તો નેતાન્યાહૂનું ફરીથી પ્રધાનમંત્રી બનવાનું સપનું પુરૂ થઈ જશે.

રામ પાર્ટી ઈઝરાયલમાં અરબ મૂળના રહેવાસીઓનું નેતૃત્વ કરતી હોવાનો દાવો કરે છે. યહૂદી બહુમતિ ધરાવતા આ દેશમાં અરબ મુસ્લિમોની સંખ્યા ઘણી વધારે છે. જેમાંથી અનેક મુસ્લીમ મતદાતાઓ જુદી જુદી પાર્ટીઓને સમર્થન કરે છે. પરંતુ એવુ પહેલીવાર જોવા મળી રહ્યું છે કે, ઈઝરાયેલની ચૂંટણીમાં પેલેસ્ટાઈન અને અરબ દેશો વચ્ચે સારા સંબંધો રાખવાની સમર્થક પાર્તી રામને 5 બેઠકો મળે તેટલા મત મળ્યાં છે.

 

From –banaskantha update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!