કોરોના મહામારીના કારણે બંધ પાટણની રાણકી વાવ આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે

- Advertisement -
Share

પર્યટકો માટે ઓનલાઇન ઓફલાઈન ટિકિટની સુવિધા ઉપલબ્ધ

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. સંક્રમણ વધુના ફેલાય તેના ભાગરૂપે સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર સ્થળો ઉપર પ્રવાસીઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આવતી કાલથી ફરી પ્રવાસીઓ માટે ખુલશે.

 

 

છેલ્લા દોઢ માસ બાદ બુધવારથી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મહામારીના કારણે વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. જે આવતીકાલથી ફરી ખુલવા જઇ રહ્યી છે.

 

 

બુધવારથી સરકારની કોરોના ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં વિશેષ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જેમાં રાણકી વાવ પરિસરમાં સેનેટાઇઝરનો છંટકવા પણ કરવામાં આવ્યો હતો. જેથી આવતીકાલે જે પણ પ્રવાસી રાણકી વાવમાં આવે તેને પ્રથમ મુખ્ય ગેટ પાસે થર્મલ ગન અને સેનેટાઇઝરથી ચેક કરી પ્રવેશ આપવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે રાણકી વાવમાં પ્રવેશ માટે ઓનલાઇન અને ઓફલાઈન ટિકિટની સુવિધા કરવામાં આવી છે. જેમાં પર્યટકો રાણકી વાવમાં પ્રવેશ કરવા માટે ઓનલાઇન અથવા ઓફલાઈન સુવિધા મારફતે ટિકિટ મેળવી શકશે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!