ધાનેરા મામા બાપજી મંદિર પાસે ગાડીમાં આગ લાગતા સર્જાઈ અફરાતફરી

- Advertisement -
Share

ધાનેરાના મામા બાપજી મંદિર પાસે રોડ પરથી પસાર થઈ રહેલી એક ફોર્ડ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વાહનોમાં આગ લાગવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલ મામા બાપજી મંદિર પાસે રોડ પરથી પસાર થઈ રહેલી એક ફોર્ડ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફોર્ડ કારમાં આગ લાગતા ગાડીમાં બેસેલા ડ્રાઈવરનો પણ આબાદ બચાવ થયો હતો અને ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

 

From –  Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!