ડીસાના ભીલડીમાં ભ્રૃણ જાતિ પરીક્ષણ કરતાં તબીબ અને દલાલને રાજસ્થાનની પી.સી.પી.એન.ડી.ટી. ની ટીમે ઝડપ્યા

- Advertisement -
Share

તબીબે ગર્ભવતી મહીલા પાસેથી ભ્રૃણ જાતિ પરીક્ષણ કરવાના રૂ. 40,000 અને મહીલા દલાલે રૂ. 10,000 દલાલીના લીધા હતા

બનાસકાંઠામાં ડીસા નજીક આવેલ ભીલડીમાં રાજસ્થાનની ટીમે ભ્રૃણ જાતિ પરીક્ષણ કરતાં તબીબને રંગેહાથ ઝડપી પાડયો હતો. ડીકોય ગોઠવી તબીબ અને દલાલને ભ્રૃણ જાતિ પરીક્ષણ કરતાં રંગેહાથ ઝડપી પાડયા છે. જયારે સોનોગ્રાફી મશીન પણ સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનની પી.સી.પી.એન.ડી.ટી. ની ટીમને રેવદર જીલ્લામાં શિરોહીમાં રહેતી જમનાદેવી નામની મહીલા ભ્રૃણ જાતિ પરીક્ષણ કરાવતી હોવાની માહિતી મળતાં જ ખાનગી રાહે તપાસ કરી ડીકોય ગોઠવી હતી.

ડીકોયના ભાગરૂપે એક ગર્ભવતી મહીલાને તેની પાસે પરીક્ષણ કરાવવા માટે મોકલી હતી. જેથી જમનાદેવીએ આ ગર્ભવતી મહીલાને રેવદરથી 100 કિલોમીટર દૂર ડીસા નજીક ભીલડીમાં ડો. કે.બી.પરમાર પાસે લઇને આવી હતી.

 

જ્યાં તબીબે ગર્ભવતી મહીલા પાસેથી ભ્રૃણ જાતિ પરીક્ષણ કરવાના રૂ. 40,000 અને મહીલા દલાલ જમનાદેવીને રૂ. 10,000 દલાલીના લીધા હતા. ત્યારબાદ સોનોગ્રાફી કરી સગર્ભા મહીલાને છોકરો હોવાનું જણાવ્યું હતું.

 

તે દરમિયાન પી.સી.પી.એન.ડી.ટી. ની ટીમને સંકેત મળતાં તરત જ હોસ્પિટલમાં દરોડો પાડયો હતો અને ભ્રૃણ જાતિ પરીક્ષણ કરતાં તબીબ કે.બી.પરમાર અને દલાલ મહીલા જમનાદેવીની અટકાયત કરી હતી.
સાથે જ સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું. આ અંગે પ્રાથમિક પૂછપરછ કરતાં આ તબીબ અગાઉ પણ ભ્રૃણ જાતિ પરીક્ષણ કરતાં ઝડપાઇ ચૂક્યો હોવા છતાં પણ તેને આ પ્રવૃત્તિ બંધ કરી ન હતી અને ફરી રાજસ્થાનની ટીમના હાથે ઝડપાઇ ગયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!